7 દિવસ પછી કાબુલમાં બજાર, બેન્ક, સ્કૂલ અને મોલ-હોટલ અને લોકલ બજાર ખૂલ્યાં

0
108
21 ઓગસ્ટ, દિવસ શનિવાર, બપોરે લગભગ 12 વાગ્યે, જગ્યા-કાબુલનું મલિક અજહ સ્ક્વેર. સાત દિવસ પછી લોકો ઘરની બહાર દેખાઈ રહ્યા છે.
21 ઓગસ્ટ, દિવસ શનિવાર, બપોરે લગભગ 12 વાગ્યે, જગ્યા-કાબુલનું મલિક અજહ સ્ક્વેર. સાત દિવસ પછી લોકો ઘરની બહાર દેખાઈ રહ્યા છે.

કાબુલ : કાબુલના જ એક રહેવાસીએ હાલની ત્યાંની કહાની જણાવી છે. આ કહાની ત્યાંની ગલીઓની છે. એને પગલે અમે અહીં તેનું નામ કાબુલીવાલાની કહાની એમ આપ્યું છે. જોકે એ કહેનારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમણે જ આ અંગે ના કહી છે. હાલ સ્થિતિ કંઈક આવી છે…તાલિબાનના કબજાના 7 દિવસ પછી, એટલે કે 21 ઓગસ્ટથી કાબુલનાં બજાર ખૂલવા લાગ્યાં હતાં. શહેરના મોલ, હોટલ, મીટ-શાકભાજીબજાર, કરિયાણા સ્ટોર અને શોપિંગ માટે સૌથી જાણીતું ગુલબાર સેન્ટર પણ, જોકે સવાલ એક જ હતો કે સ્થિતિ કેવી છે…આ અંગેનો જવાબ શોધવા અમે એક કાબુલીવાલાને જ મળ્યા. તેઓ કાબુલમાં પત્રકારોના મદદગાર રહ્યા છે, જોકે તેઓ જર્નલિસ્ટ નથી. અમે તેમને કહ્યું હતું કે તમે કાબુલમાં ફરો, જે પણ દેખાય એના ફોટા પાડજો, વીડિયો બનાવજો અને અહીંની સ્થિતિનો વોઈસ મેસેજ કરી દેજો. તેઓ એ માટે તૈયાર થઈ ગયા.સતત ત્રણ દિવસ સુધી, એટલે કે 21, 22 અને 23 ઓગસ્ટ સુધી તેઓ રોજ કાબુલમાં લગભગ 45-50 કિમી ફરતા અને જે પણ તેમને દેખાય એ મોકલતા. અમે તેમણે આપેલી માહિતીના આધારે ત્રણ રિપોર્ટ બનાવ્યા છે. આજે પ્રથમ રિપોર્ટ કાબુલનાં બજાર, બેન્ક અને સ્કૂલનો છે. 21 ઓગસ્ટ, દિવસ શનિવાર, બપોરે લગભગ 12 વાગ્યે, જગ્યા-કાબુલનું મલિક અજહ સ્ક્વેર. સાત દિવસ પછી લોકો ઘરની બહાર દેખાઈ રહ્યા છે. રસ્તાઓ પર કાર, મોટરસાઈકલ, સાઈકલ દેખાઈ રહી છે. કેટલાક લોકો પગે ચાલતા આગળ વધી રહ્યા છે. તેમાં બાળકો અને એક-બે મહિલાઓ પણ છે. રસ્તાઓ પર આઈસક્રીમવાળા પરત ફર્યા છે. ખાનારાઓ પણ દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here