Vadodara Tattoo Artist: કલાનગરી વડોદરાનો આર્ટીસ્ટ 120 કલાકથી વધુ સમય ટેટૂ બનાવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાનો પ્રયાસ કરશે

0
111
Vadodara Tattoo Artist: કલાનગરીના યુવા ટેટૂ આર્ટિસ્ટ ઈશાન બિપીનભાઈ રાણા “Guinness World Records”માં પોતાનું નામ નોંધાવવા જઈ રહ્યા છે. તેઓ આજ રોજ બપોરના 3:30 ક્લાકે રાજપથ હોટલથી 80 કલાકથી વધારે, સતત ટેટૂ બનાવાનો વિક્રમ સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કરશે. અગાઉ સતત 65 કલાક સુધી ટેટૂ બનાવાનો વિક્રમ નોંધાયો છે. જેને તોડીને તેઓ પાંચ દિવસ તા.3 માર્ચથી તા. 8 માર્ચ સુધી ટેટૂ કરવાનો વિક્રમ જે સતત 120 કલાકનો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરશે. તેઓ દિવસ-રાત સતત ટેટૂ પાડશે અને ફક્ત દર 4 કલાકે 20 મિનિટનો વિરામ લઈ શકશે. તેઓ છેલ્લા 14 વર્ષથી ટેટૂ પાડતા આવ્યા છે.

ઈશાન રાણા ને “Guinness World Records” માં વિક્રમ સ્થાપિત કરવા માટે GWR સંસ્થાના નિયમોની માર્ગદર્શિકાને અંતર્ગત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે અલગ અલગ પ્રકારના ટેટૂ જેવા કે, વ્યક્તિચિત્રનું ટેટૂ, ઐતહાસિક ઇમારતનું ટેટૂ, લાઈન આર્ટ ટેટૂ, કો ટેટૂ, ગુજરાતી સાહિત્ય ટેટૂ વગેરે બનાવશે. તેઓ પ્રથમ ટેટૂ લક્ષ્મી વિલાસ પેલેસનું બનાવશે. તેમજ શ્રી મહારાજા સયાજી રાવ ગાયકવાડનું વ્યક્તિચિત્ર (પોર્ટ્રેટ) બનાવશે હેરિટેજની થીમ પર જેવા કે. લક્ષ્મી વિલાસ પેલેસ, રાવપુરા ટાવર (ઐતહાસિક ઇમારત), સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવ વગેરે ટેટૂ મુખ્ય આકર્ષણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here