Holi 2023: હોળી પર્વ પર મોંઘવારીનું ગ્રહણ: ધાણી, ચણા, ખજુર તેમજ પતાસાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

0
53
Holi 2023: ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં પચરંગી પર્વ હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેને અનુલક્ષીને વડોદરાના બજારોમાં ઢગલા મોઢે ધાણી, દાળીયા, ખજુર તેમજ પતાસાના હારડાનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઉપરોકત ચિજવસ્તુઓમાં સરેરાશ 15 થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
મટિરિયલ્સ મોંઘુ થતા આ વર્ષે પતાસાના ભાવમાં વધારો નોંધાયો
ગ્રામ્ય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ધાણી, દાળીયા અને ખજુર તેમજ પતાસા ખાવાનો અનન્ય મહિમા જોવા મળે છે. આજે પણ હોળી પ્રગટાવાય ત્યારે ખજુર, ધાણી,દાળીયા અને ચણા હોળીમાં પધરાવી હોળીની પ્રદક્ષિણા ફરવાનો ભારે મહિમા છે. વર્ષ દરમિયાન ફક્ત હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જ આ ચિજવસ્તુઓનું વેચાણ થતું હોય છે. ખજુર, ધાણી, દાળીયા અને પતાસાની ઉજવણીના આ અનેરા તહેવારને અનુલક્ષીને શહેરના મુખ્ય બજારો, શાક માર્કેટ સહિતના સ્થળો બરાનપુરા, ચોખડી, નવાબજાર, ફતેપુરા, ગાજરવાડી, હાથીખાના ધંધાર્થીઓ દ્વારા લારી ગલ્લાઓમાં તેનું ઢગલા મોઢે વેચાણ થઈ રહ્યુ છે હોળી ધુળેટીની આ સિઝનલ ચીજવસ્તુઓ માર્કેટ ફકત 15 થી 20 દિવસ પુરતી જ ધમધમતી જોવા મળે છે હાલ બજારમાં રૂા 80-90 આસપાસના ભાવે કિલો નાની મોટી સાઈઝના સાદા અને ડિઝાઈનર પતાસા વેચાઈ રહ્યા છે. મટીરીયલ્સ મોંઘુ થતા આ વર્ષે પતાસાના ભાવમાં વધારો થયો છે.

હોળી પર્વ દરમિયાન શહેરમાં અંદાજે 2500 કિલોથી વધુ પતાસાનું વેચાણ
સામાન્ય રીતે પ્રતિમાસ 3000 કિલો પતાસા વેચાતા હોય છે, જયારે હોળી પર્વ દરમિયાન શહેરમાં અંદાજે 2500થી વધુ કિલો પતાસાનું વેચાણ આસાનીથી થઈ જાય છે. સ્થાનિક 10થી વધુ પરિવારો અને અનેક શ્રમીકો આ વ્યવસાય પર નભી રહ્યા છે, જયારે ધાણી બજારમાં એક કિલોના રૂા 160 ના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત ખજુર રૂા 150 થી 200 કિલોના ભાવે બજારમાં વેચાઈ રહ્યો છે. આ તહેવારના સમયે જ લાખો રૂપિયાની ખજુર ખવાઈ જાય છે, તેમજ હારડા 60 દેશી ખજૂર 100થી 130 રૂપિયે વેચાય છે.
હોળીમાં ધાણી, ચણા અને ખજૂર જરૂર ખાજો, અનેક ફાયદાઓ, રોગો રહેશે દૂર
સામાન્ય રીતે હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો અને સાંજે હોળિકાની પ્રદક્ષિણા કરીને પછી ધાણી-ચણા કે ખજૂર ખાવાની પ્રથા જૂના જમાનામાં હતી. હવે આ પ્રથાઓ બદલાઇ ગઇ છે હિન્દુ ધર્મના દરેક ઉત્સવ અને એ ઉત્સવ સાથે જોડાયેલી ખાણીપીણી અને આહારવિહારની પરંપરાઓ તૈયાર કરવા પાછળ ૠષિમુનિઓનો બહુ મોટો હાથ હતો આ પરંપરાઓ દરેક બદલાતી સીઝનમાં શરીર-મનની જરૂરિયાતોને પૂરી કરવા અને આવનારા સમય માટે સક્ષમ બનાવવા માટે હતી. ઉપવાસ કરીને ઘાણી, ખજુર અને ચણા આ ત્રણ ચીજો ખાવાની પરંપરા પૌરાણિક સમયથી પડી છે અને એની પાછળનું કારણ આપણને ઋતુસંધિના વિજ્ઞાન તરફ દોરી જાય છે.















LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here