યુક્રેને ડ્રોનથી રશિયાના હથિયારો ભરેલો ડેપો ઉડાવ્યો, વળતા હુમલામાં 8નાં મોત

0
55
યુક્રેને રશિયાના કબજાવાળા ક્રીમિયામાં દારૂગોળાના ડેપો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. આ વિસ્ફોટને કારણે યુક્રેનમાં અફડાતફડી મચી ગઇ હતી. ક્રીમિયા પ્રમુખ સર્ગેઇએ જણાવ્યું હતું કે એક ડ્રોન દ્વારા દારૂગોળાના ડેપો પર હુમલો કરવામાં આવ્યો હતો.  આ પહેલા રશિયાએ યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો. રશિયાના આ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. જ્યારે સામસામે થયેલા હુમલામાં કુલ વધુ આઠ લોકો માર્યા ગયા છે.   

રશિયા દ્વારા થયેલા હુમલા બાદ યુક્રેને પણ રશિયાના કબજાવાળા શહેર ક્રીમિયામાં ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો અને હથિયારોના ડેપોને ઉડાવી દેવામાં આવ્યો હતો. વિદેશી મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે યુક્રેની ડ્રોને ક્રીમિયાના ઓકટિયાબ્રસ્કે શહેરમાં રેલવે સ્ટેશન પાસે ડ્રોન હુમલો કર્યો હતો. જેને કારણે આ વિસ્તારના આકાશમાં કાળા રંગનો ધુમાડો છવાઇ ગયો હતો. ક્રીમિયા પ્રમુખ સર્ગેઇએ જણાવ્યું હતું કે આ હુમલાને કારણે પાંચ કિમી વિસ્તારમાં દરેક લોકોને બહાર નિકળવાના આદેશ આપવા પડયા હતા. હુમલો રેલવે સ્ટેશનની નજીક થયો હતો જેથી અનેક ટ્રેનોને અસર પહોંચી હતી. આ પહેલા યુક્રેનના જ વિસ્તારમાં આવેલા એક ડેમનો તોડી નાખવામાં આવ્યો હતો જેને કારણે રશિયા અને યુક્રેન બન્ને દેશોમાં ભારે પૂર આવ્યું હતું. 

બીજી તરફ રશિયા દ્વારા ખારકીવ ક્ષેત્રના કુપ્યાંસ્ક શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં ૫૭ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત રશિયન સૈનિકોએ ડ્વોરિચના શહેરમાં પણ ગોળીબાર કર્યો હતો. અહીંયા ૪૫ વર્ષના એક નાગરિકનું મોત થયું હતું. જ્યારે એક વૃદ્ધ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખારકીવના વેલીકી બર્લુકમાં ૩૦ વર્ષીય એક વ્યક્તિ ઘાયલ થઇ ગઇ હતી. રશિયામાં જ પાઇપ ફાટવાને કારણે ચાર લોકોના મોત નિપજ્યા છે. 
રશિયાએ યુક્રેનના ઓડેસા વિસ્તારમાં હુમલો કર્યો હતો જેને કારણે ૬૦,૦૦૦ ટન અનાજ નાશ પામ્યું હતું.  રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ પ્રથમ વખત બલ્ગેરિયાએ મોટા પ્રમાણમાં સૈન્ય હથિયારો અને દારૂગોળો યુક્રેન મોકલવાની જાહેરાત કરી છે. જેનો રશિયા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.     
અમેરિકાના પ્રમુખ બાયડેન ‘નાટો’નો પંજો પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાવી પોલેન્ડ, ઈસ્ટોનિયા, ફિન્લેન્ડ અને હવે સ્વીડન સુધી ફેલાવી રહ્યા છે. તેવે સમયે  પોલેન્ડે બેલારૂસની સરહદે દળો તૈનાત કર્યા છે. મૂર્ખતાની પરિસીમા છે. પુતિને કહી દીધું છે બેલારૂસ ઉપરનું આક્રમણ રશિયા ઉપરનું આક્રમણ ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here