અમિત શાહે બોપલમાં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરીને કહ્યું, ‘દરેક ઘર પર ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવો’

0
210
7.73 કરોડના ખર્ચે બનેલા ઇડબલ્યુએસ આવાસો તથા મનીપુર ગોધાવી ખાતે 9.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
અમિત શાહે અમદાવાદના બોપલ ખાતે 77.53 કરોડના ખર્ચે બનેલા વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે શહેરમાં પાણી પુરવઠાનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હાઉસિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાયઓવરના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ગુજરાત મુલાકાતના પહેલા દિવસના અમિત શાહના કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે ગાંધીનગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદઘાટન કર્યું હતુ. અમિત શાહે અમદાવાદના બોપલ ખાતે 77.53 કરોડના ખર્ચે બનેલા વોટર સપ્લાય પ્રોજેક્ટ, 7.73 કરોડના ખર્ચે બનેલા ઇડબલ્યુએસ આવાસો તથા મનીપુર ગોધાવી ખાતે 9.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યુ છે. આ ઉપરાંત એસપી રિંગરોડ પર કમોડ જંકશન ખાતે 77.71 કરોડના ખર્ચે ફ્લાય ઓવર, મનીપુર ગોધાવી ખાતે કેનાલ પર 14 કરોડના ખર્ચે બ્રિજ, ઔડા વિસ્તારમાં સોલિડ વેસ્ટના નિકાલ માટે 5 કરોડના ખર્ચે પ્રોજેક્ટ, એસપી રિંગરોડ ફરતે 10.17 કરોડના ખર્ચે વૃક્ષારોપણની વિવિધ કામગીરી કરવામાં આવશે. શનિવારે, માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનનના ગુજરાત રાજ્યમાં આઠમા અને દેશમાં 64માં કિચનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે માણસામાં પમ અક્ષયપાત્રની મિડ-ડે મીલ ફિડીંગનો આરંભ થવા પામ્યો છે. આ અદ્યતન રસોઈઘરમાંથી માણસા તથા તેની આસપાસની 190 શાળાના 26 હજાર જેટલા બાળકોને દરરોજ સ્વાદિષ્ટ, ગરમ અને પૌષ્ટિક ભોજન પીરસાશે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, કલોલ, ભૂજ અને જામનગરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સાત કેન્દ્રીય રસોડા કાર્યરત છે.શનિવારે માણસામાં ગુજરાતના આઠમા રસોઈઘરનો અમીત શાહે આરંભ કરાવ્યો હતો. અમીત શાહ અને ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા આ નવા અદ્યતન રસોડામાં પહેલીવાર તૈયાર થયેલું ગરમાગરમ ભોજન પણ બાળકોને પીરસવામાં આવ્યું હતું. અંદાજે 1383 ચોમીના બિલ્ટઅપ એરિયા ધરાવતું આ રસોઈ ઘર અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. જેમાં 47.5 કિલો વોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ તેમજ 12 હજાર લીટરની રસોઈ માટે સોલાર હાઈબ્રીડ વોટર હિટીંગ સિસ્ટમ પણ છે. ગ્રીન એનર્જીના કારણે રસોઈ નિર્માણનો સમય ઘટશે સાથે સાથે ઉર્જા પણ બચશે. બાળકોને બિલકુલ ઘરેલું સ્વાદ ધરાવતી રસોઈ તૈયાર થાય તેવી તમામ બાબતોનો અહીં ખ્યાલ રખાયો છે. અમીત શાહે અક્ષયપાત્ર કિચનનું નિરીક્ષણ પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here