દિલ્હી-NCRમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો, કડક નિયમ બનાવવાની માગ ઉઠી

0
112
રાજધાનીમાં લગભગ 20 હજારથી વધુ ખુંખાર શ્વાન લોકોની મુશ્કેલીનું કારણ બની રહ્યા છે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1957ની કલમ 399 હેઠળ દરેક માલિક પાસે તેના પાલતુ શ્વાન માટે નોંધણી લાઈસન્સ કરાવવું જરૂરી છે

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં શ્વાનના કરડવાની ઘટના વધી ગઈ છે. ગાઝિયાબાદ અને નોઈડાની ઘટનાઓએ ચિંતામાં વધારો કર્યો છે. લોકો તરફથી એવી માંગ ઉઠી છે કે, શ્વાનને પાળવા માટે સખ્ત નિયમો બનાવવામાં આવે. દિલ્હીમાં દૈનિક 100થી 150 કેસો શ્વાનના કરડવાના નોંધાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે, દિલ્હીમાં શ્વાનને પાળવાના નિયમો શું છે અને તેની લાયસન્સ ફી કેટલી છે. રાજધાનીમાં લગભગ 20 હજારથી વધુ ખુંખાર શ્વાન લોકોની મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. કોર્પોરેશનના વેટરનરી વિભાગના ડોક્ટર્સનું કહેવું છે કે, કોર્પોરેશનની હોસ્પિટલમાં દરરોજ 100 થી 150 લોકો શ્વાન કરડ્યા બાદ તેની સારવાર કરાવવા માટે પહોંચે છે પરંતુ હોસ્પિટલોમાં દરેકને રેબીઝનું ઈન્જેક્શન નથી મળી શકતું. પશુચિકિત્સા વિભાગના ડોક્ટોર્સનું કહેવું છે કે, જો કોઈ શ્વાન ખૂબ જ ખુંખાર થઈ ગયો હોય એટલે કે, લોકોને વાંરવાર કરડી રહ્યો હોય તો તેનો રેકોર્ડ તૈયાર કરી તેને મારી શકાય છે. કોઈ પણ પશુને પાળવા માટે યોગ્ય વાતાવરણની આવશ્યક્તા હોય છે. પહાડી શ્વાનને દિલ્હી અથવા લખનૌ જેવા શહેરોમાં પાળવા માટે વિશેષ વાતાવરણની આવશ્યક્તા હોય છે. દિલ્હી સહિત દેશભરમાં પર્યાવરણ અને પ્રાણીઓ માટે કામ કરતી સિટીઝન ફોર ધ વેલ્ફેર એન્ડ પ્રોટેક્શન ઓફ એનિમલ્સના સંસ્થાપક સોન્યા ઘોષે જણાવ્યું કે, દેશભરમાં શ્વાનોનું ગેરકાયદેસર બ્રીડિંગ થઈ રહ્યું છે જેના કારણે તેમના ડીએનએમાં ફેરફાર થઈ રહ્યો છે. લોકો શ્વાન પાળે છે પણ પાંજરામાં રાખે છે જેના કારણે તેમનો સ્વભાવ ઘણો બદલાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here