હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે પ્રહાર; કહ્યુ- અનેક રાજનૈતિક સ્ટંટથી ગુજરાત પોલીસને બદનામ કરવામાં આવી

0
130
અનેક રાજનૈતિક સ્ટંટ કર્યાઃ હર્ષ સંઘવી
ડ્રગ્સ નેટવર્ક મામલે રાજ્ય સરકારે પ્રહાર કર્યા છે. આ મામલે તેમણે ડ્રગ્સ મામલે પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ‘અનેક રાજનૈતિક સ્ટંટથી પોલીસને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેવા લોકોને ગુજરાત ATSએ સણસણતો જવાબ આપ્યો છે.’

ગાંધીનગરઃ ડ્રગ્સ નેટવર્ક મામલે રાજ્ય સરકારે પ્રહાર કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો હતો. અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યું હતું કે,‘અનેક રાજ્યના ડ્રગ્સના નેટવર્ક તૂટવાને કારણે ગુજરાત પોલીસને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યાં છે. જે લોકોએ મહેલોમાં જીવન ગુજાર્યું હોય, ક્યારેય જમીન પર ઊતર્યા ના હોય તે લોકો હવે ગુજરાત પોલીસને બદનામ કરી રહી છે. એવા સૌ લોકોને ગુજરાત એટીએસએ સણસણતો જવાબ આપ્યો છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાત પોલીસે ભારત સરકારની વિવિધ એજન્સીઓની મદદથી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે.’ ડ્રગ્સના નેટવર્ક તૂટવાથી કોને દુઃખ થાય છે અને શા માટે થાય છે એ લોકોએ વિચારવાની જરૂર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશો ડ્રગ્સના રૂપિયાને કયા રસ્તે વાપરે છે તે આપણે સૌ જાણીએ છીએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ તો પકડાય છે. કોઈ સુરત ક્રાઇમબ્રાન્ચમાં સામે ચાલીને આવીને જમા કરાવી જતું નથી. સાહસથી આ કામગીરી કરવી પડે છે. ગુજરાત પોલીસ આ કામમાં આગળ પણ કાર્યવાહી કરતી રહેશે તેમાં કોઈપણ પ્રકારની પીછેહઠ કરવાની નથી. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. તેમાં ચાર કિલોથી વધુ ડ્રગ્સ પકડ્યું. ત્યારબાદ દિલ્હી પોલીસે એ આરોપીને સાથે રાખી કાર્યવાહી કરી તો 1000 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તેટલું જ નહીં, જખૌના દરિયામાંથી પણ 1480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. આ ઉપરાંત મુઝફ્ફરપુરમાંથી પકડાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો છે. પંજાબની જેલમાં ડ્રગ્સના નેટવર્કનો પણ ગુજરાત પોલીસે નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેડ પાડી પંજાબ સરકારને માહિતી આપી હતી. આમ, અલગ-અલગ રાજ્યોમાં મોટાપાયે ડ્રગ્સનું નેટવર્ક તોડવાની કામગીરી કરી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, ‘ગુજરાત દેશના યુવાનોનું સપનું પૂરું કરનારું રાજ્ય છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય પણ છે. ત્યારે આ રાજ્યને અલગ અલગ રીતે બદનામ કરવાની કોશિશ થઈ છે. આપને સૌને વિનંતી કરું છું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે પકડેલા ડ્રગ્સના આંકડા સ્ટડી કરો. તેને અન્ય રાજ્યો સાથે સરખાવો અને ગુજરાત પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરો.’ રાજનૈતિક લોકો પર પ્રહાર કરતા રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, ‘ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરનારા લોકોને ઓળખવા જોઈએ અને તેમને શબક શીખવાડવો જોઈએ. જે દેશમાં સત્તાધારી લોકો છે તેમને ડ્રગ્સનું નેટવર્ક તોડવાની કામગીરી કરવી નથી. તેમને ખૂલ્લેઆમ ડ્રગ્સની લે-વેચ કરે છે. ત્યારે આંકડા દેખાડવા નથી. અમે ડ્રગ્સ પકડીએ છીએ, તો આંકડા પણ દેખાડીશું જ. ભલે આંકડા વધે પણ અમે કામગીરી ચાલુ રાખીશું. વધુ આંકડા આવે તો પણ વાંધો નથી. કામ ચાલુ રહેશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here