વલસાડના રાજકારણમાં ગરમાવો : વિપક્ષે પાલિકાને સુપરસીડ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0
47
વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકાને સુપરસીડ કરવાની માંગને લઈ વલસાડનું રાજકારણ ગરમાયુ છે.
વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકાને સુપરસીડ કરવાની માંગને લઈ વલસાડનું રાજકારણ ગરમાયુ છે.

વલસાડ :વલસાડ પાલિકાના અંધેર કારભાર સામે વિપક્ષે પાલિકાને સુપરસીડ કરવાની દરખાસ્ત સાથે તાત્કાલિક વહીવટદાર મૂકવા સીએમને ઉદ્દેશી લેટર બોમ્બ નાંખતા નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકા દ્રારા જાન્યુઆરીમાં લેવામાં આવતી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવાતા શહેરના વિકાસના કામો અટકી જવાથી પાલિકાને સુપરસીડ કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકાને સુપરસીડ કરવાની માંગને લઈ વલસાડનું રાજકારણ ગરમાયુ છે વલસાડ નગર પાલિકામાં ગત વર્ષે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નગર પાલિકાના 4 સભ્યોએ પાલિકાની વર્ષ 2019માં મળેલી સામાન્ય સભામાં ગેરવર્તન કરવા બદલ 4 સભ્યોને સભ્ય પદેથી રદ્દ કરવાનો આદેશ કરતા નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યાર બાદ 4 સભ્યોએ ઓડર વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે દરમ્યાન રાજ્ય ચૂંટણી પંચે નગર પાલિકાની 5 બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરી હતી. જે બાદ આ બેઠક ઉપર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાઇકોર્ટે નગર પાલિકા મ્યુનિસિપલે કમિશ્નરે કરેલો આદેશ રદ્દ કરી સભ્ય પદ રદ્દ કરેલા અરજદારોને ફરી સાંભળવા આદેશ કર્યો હતો. જેને લઈને નગર પાલિકાના સત્તાધીશો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જેને લીધી વલસાડ નગર પાલિકા દ્વારા ચાલુ વર્ષની જાન્યુઆરી માસની પ્રથમ ફરજિયાત સામાન્ય સભા પાલિકાના સત્તાધીશો દ્રારા બોલાવી શક્યા નથી. આ બાબતને લઈને વિપક્ષી નેતા ગિરીશ દેસાઈ દ્વારા પાલિકાના સત્તાધીશોને ભીંસમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખાયો છે. જેમાં નગર પાલિકા ફરજિયાત સામાન્ય સભા ન બોલાવી શક્તિ હોય તો સુપર સિડ કરવાની માંગ કરી છે. નગર પાલિકા દ્વારા બોર્ડ ન બોલાવી વિકાસના કામો ઉપર રોક લગાવી રહી હોવાનું જણાવી નગર પાલિકા ખાતે વહીવટદાર નિમવા માંગ ઉઠાવી હતી. જેને લઈને નગર પાલિકાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જાન્યુઆરીની બોર્ડમાં નવા આવેલા ટેન્ડર મંજુર કરવા વિકાસના અટકેલા કામો અને માર્ચ મહિનામાં લેપ્સ થનારી ગ્રાન્ટના કામો કરવા અંગે ચર્ચા કરી વિકાસના કામો કરવાની ચર્ચા કરવાની જગ્યાએ પાલિકાના સત્તધીશો દ્વારા ફરજિયાત બોર્ડ ન બોલાવી વિવાદ સર્જ્યો છે. વિપક્ષ નેતા ગિરીશ દેસાઈએ પાલિકાને સુપરસીડ કરી તાત્કાલિક વહીવટદાર મૂકવાની દરખાસ્ત સાથે મુખ્યમંત્રીને લેખિત ડ્રાફ્ટ મોકલ્યો છે વલસાડ પાલિકાના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા ગિરીશ દેસાઇએ રજૂ કરેલી સુપરસીડની દરખાસ્તને ભાજપના ટેકેદાર સભ્યો ઝાકીર પઠાણ, નિતેશ વશી, કોંગ્રેસના 9 સભ્ય, અપક્ષ સભ્યો તથા કેટલાક સત્તાધારી ભાજપના સહિત 44 સભ્યમાંથી 70 ટકા સભ્યોએ અભિપ્રાય આપ્યો હોવાનો દાવો કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here