ભાવનગરમાં મેઘો મુશળધાર, વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

0
141
ભાવનગરમાં ભારે વરસાદ વૃક્ષો ધરાશાયી થયા, સવારથી લોકો અટવાયા
ભાવનગરમાં ભારે વરસાદ વૃક્ષો ધરાશાયી થયા, સવારથી લોકો અટવાયા

મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ 

ભાવનગર :સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સાથે ભાવનગર (bhavnagar) જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (weather forecast) દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ (heavy rain) ની આગમન થયું હતું, વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા અને તળાજા તાલુકાના પંથકમાં પણ 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ (gujarat rain) દરમ્યાન કડાકા ભડાકા સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. તો સાથે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ સારી વાત એ પણ છે કે શહેર અને જિલ્લામાં વરસાદ દરમ્યાન જાનહાનિનો એક પણ બનાવ બનવા પામ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here