AAP બચાવવા ઈસુદાન ગઢવી આજે બપોરે ખુલાસો કરશે

0
66
પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું
પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું

 આમ આદમી પાર્ટીમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ નથી રહ્યું

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આજે બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ કરી ખુલાસો કરશે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને હોદ્દાઓ પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ હોવાની વાત કરતી આમ આદમી પાર્ટીમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય અને પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા તેવી વાત કરી અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું તેવી વાત કરી છે. ત્યારે સાંજે પણ આમ આદમી પાર્ટીના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી પરંતુ સેવા કરનારા માણસ છે તેમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી રાજીનામાઓનાં દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ કરીને લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાને રાખીને જ તેઓ ગયા છે. અત્રે નોંધનીય છે કે, આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચુક્યાં છે. નોંધનીય છે કે હાલ આપ પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી.આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિઘિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.જાણીતા ગુજરાતી લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. ‘આપ’માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરાજ સિંહે બીજેપીમાં નવા જોડાયેલાં વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને કહ્યું કે “ભુવાજી ને ભાજપમાં મજા આવશે કારણ કે ત્યાં ડાકલા વગાડવા વાળા ખૂબ લોકો છે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here