‘ભાજપ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડીશું’: AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

0
78
વિપક્ષ કોંગ્રેસ હવે રસ્તાઓ પર અને સામાન્ય સભા બન્ને બાજુ પ્રજાના મુદ્દા પર લડાઇ લડશે . મહાનગર પાલિકામાં ૧૨ કમિટી છે પરંતુ એક પણ કમિટીમા કોગ્રેસ સભ્ય સમાવેશ થયો નથી .
વિપક્ષ કોંગ્રેસ હવે રસ્તાઓ પર અને સામાન્ય સભા બન્ને બાજુ પ્રજાના મુદ્દા પર લડાઇ લડશે . મહાનગર પાલિકામાં ૧૨ કમિટી છે પરંતુ એક પણ કમિટીમા કોગ્રેસ સભ્ય સમાવેશ થયો નથી .

હેજાદ ખાન પઠાણે ચાર્જ લીધી પહેલા મહાનગર પાલિકના પરિસરમાં આવેલ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી .

અમદાવાદ મહાનગર પાલિકાના (AMC) વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણે (Shahejadkhan Pathan) સોમવારે વિધીવત ચાર્જ સંભાળ્યો છે. છેલ્લા ૧૦ મહિનાથી વિપક્ષ નેતાનું પદ ખાલી હતુ . આખરે ૧૦ કાઉનસિલરોના વિરોધ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શહેજાદ ખાન પઠાણ નામ પસંદગી કરી હતી. અનેક કાઉન્સિલરોની ગેરહાજરીમાં શહેઝાદ ખાન પઠાણ ચાર્જ સંભાળ્યો હતો . શહેજાદ ખાન પઠાણે ચાર્જ લીધી પહેલા મહાનગર પાલિકના પરિસરમાં આવેલ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી . તેમજ પરિસરમાં રહેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી . કોવિડ ગાઇડલાઇનના ધજાગર પણ ઉડ્યા હતા . સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી હતા . સોશિયલ ડિસન્સનસ અને માસ્ક વગર સમર્થકો જોવા મળ્યા હતાએએસમી વિપક્ષ નેતા તરીકે ચાર્જ લીધા બાદ મિડીયા સાથે સંબોધન કરતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકના સાશક પક્ષ ભાજપ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારોનો ઉઘાડા પાડીશું. ભાજપ શાસકોએ અમદાવાદીઓ ખોટા વાયદા કર્યા છે . વિપક્ષ કોંગ્રેસ હવે રસ્તાઓ પર અને સામાન્ય સભા બન્ને બાજુ પ્રજાના મુદ્દા પર લડાઇ લડશે . મહાનગર પાલિકામાં ૧૨ કમિટી છે પરંતુ એક પણ કમિટીમા કોગ્રેસ સભ્ય સમાવેશ થયો નથી . મહાનગર પાલિકના ૧૨ કમિટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે  વધુમા શહેઝાદ ખાન પઠાણે નારાજ કાઉન્સિલર અંગે પૂછેલા સવાલ પર કહ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટી વિશાળ પક્ષ છે . એક મોટો પરિવાર હોય તો મતભેદ ચોક્કસ હોઇ શકે છે . હું માનું છુ કે ૨૪ કાઉનિસલરો આજે પાર્ટી પંજાના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા છીએ. એક પણ કાઉન્સિલર પાર્ટી છોડશે નહી તે મને વિશ્વાસ છે.તેમણે વધુમાં જણાવ્યુ કે, પરંતુ આજે મારા પદગ્રહણ સમારોહમાં કોઇ એક નેતા કહેવાથી કેટલાક કાઉન્સિલરો આવ્યા નથી. તમામ કાઉન્સિલર ઘરે જઇ સંપર્ક કર્યો છે . કેટલાક લોકો સાથે ફોન પર વાત થઇ છે . આજના કાર્યક્રમ અંગે તમામ લોકોને વ્યક્તિગત આમંત્રણ આપ્યા છે . કોંગ્રસ પક્ષને મજબુત કરવા માટે કોઇ પણ મનાવા હું તૈયાર છું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here