ગુજરાત ચૂંટણી: PM મોદી આજે આવશે અમદાવાદ, આવતીકાલે રાણીપની સ્કૂલમાં કરશે મતદાન

0
90
સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી આવતીકાલે માતા હિરાબાના પણ આશિર્વાદ લેશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે 5 ડિસેમ્બરે યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ આવશે. અહીં તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. પીએમ મોદી માતા હિરાબાના પણ આશિર્વાદ લેશે. બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. લોકતંત્રના આ મહાપર્વમાં પીએમ મોદી મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવશે અને રાણીની નિશાન સ્કૂલમાં સવારે મતદાન કરશે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં 89 બેઠકો પર મતદાન થયું હતું., જ્યારે બીજા તબક્કામાં આવતીકાલે 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર પણ સામેલ છે. બીજા તબક્કામાં કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર મતદાન થશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પરથી જ્યારે વિરમગામ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here