PM મોદીએ અયોધ્યા ધામ રેલવે જંકશનનું કર્યું ઉદ્ઘાટન, અમૃત અને વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી

0
91
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો

અયોધ્યા :  રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યા તેમણે અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પહેલા તેમણે નવનિર્મિત જંકશનનું  ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ જંક્શનથી2 નવી અમૃત ભારત ટ્રેન અને 6 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પહેલા તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. આ સિવાય અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો હતો. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.   વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે રોડ શો કર્યા બાદ  દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી, આ પહેલા તેમણે નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને હવે તે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. પીએમ અયોધ્યામાં રોડ શો માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here