NIAના ગુજરાત સહિત સાત રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર દરોડા, ગેંગસ્ટર-ક્રાઈમ સિન્ડિકેટ કેસ સંબંધિત તપાસ

0
40
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે સવારે સાત રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય એજન્સીએ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં પણ તપાસ શરૂ કરી છે.

જણાવવામાં આવ્યું છે કે, NIAની ટીમ પંજાબના મહત્તમ 30 સ્થળોએ દરોડા પાડી રહી છે. NIAનો આ દરોડો ગેંગસ્ટર નેટવર્ક પરની કાર્યવાહીનો ચોથો રાઉન્ડ છે. આ પહેલા પણ એજન્સીએ જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડ્યા છે.

ગુજરાતના ગાંધીધામમાં પણ દરોડા પડ્યા
આ ઉપરાંત NIAની ટીમે ગુજરાતમાં પણ દરોડા પાડ્યા છે. આ દરોડા લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ગાંધીધામ પરિસરમાં થઈ રહ્યા છે. કુલવિંદર પર બિશ્નોઈ ગેંગના લોકોને આશ્રય આપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલવિંદરના આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સાથે પણ સંબંધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here