North Korea: ઉત્તર કોરિયાના મિસાઈલ ટેસ્ટથી ચીન-જાપાનમાં રેડિએશનનું જોખમ, 10 લાખ લોકો થઇ શકે છે પ્રભાવિત

0
33
ઉત્તર કોરિયા દ્વારા થોડા દિવસ પહેલા જમીનની અંદર કરવામાં આવેલ ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ(Missile Test)થી ઉત્તર કોરિયા, ચીન અને જાપાનમાં લાખો લોકો રેડિએશનથી પ્રભાવિત થઇ શકે છે. સિઓલ સ્થિત એક માનવઅધિકાર સંગઠને મંગળવારે એક રિપોર્ટ જાહેર કરીને આ માહિતી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂક્લિયર ટેસ્ટથી જમીનમાં હાજર પાણીમાં રેડિએશનનું સ્તર ખૂબ જ વધી ગયું છે. જણાવી દઇએ કે અમેરિકા અને દક્ષિણ કોરિયાની સરકાર અનુસાર ઉત્તર કોરિયાએ વર્ષ 2006થી 2017 દરમિયાન ઉત્તરી હામયોંગ પ્રાંતના પર્વતોમાં 6 વખત ન્યૂક્લિયર ટેસ્ટ કર્યાં હતાં.

ઉત્તર કોરિયામાં જ 10 લાખ લોકો પ્રભાવિત થઇ શકે છે
ટ્રાન્જિશ્નલ જસ્ટિસ વર્કિંગ ગ્રુપે પોતાની સ્ટડીમાં દાવો કર્યો છે કે આ રેડિએશન હામયોંગ પ્રાંતની આસપાસના આઠ શહેરોમાં ફેલાઇ શકે છે. તેનાથી ઉત્તર કોરિયામાં જ આશરે દસ લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. આ રિડિએશન પીવાના પાણી, ખેડૂતોને પ્રભાવિત કરી શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે રેડિએશનની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનના લોકો પર પણ થઇ શકે છે.

2014થી કાર્યરત છે આ સંસ્થા
તેની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. ઘણા ન્યુક્લિયર અને મેડિકલ એક્સપર્ટ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા ઈન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીના આધારે તેના અહેવાલો તૈયાર કરે છે. આ સંસ્થા નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી દ્વારા સંચાલિત છે, જે યુએસ કોંગ્રેસના બિન-લાભકારી કોર્પોરેશન છે.

લોકોમાં કેન્સર જેવી બીમારીઓ આવી શકે છે
આયાતી મશરૂમમાં 9 ગણું વધુ રેડિયેશન જોવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ મશરૂમ ખરેખર ઉત્તર કોરિયાથી ચીનમાં દાણચોરી કરીને ત્યાંથી દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન અને જાપાને પણ રેડિયેશનનો સામનો કરવા માટે વ્યવસ્થા મજબૂત કરી છે. નિષ્ણાતો કહે છે કે રેડિયેશનના કારણે લોકો કેન્સર વગેરે જેવી અનેક બીમારીઓની ચપેટમાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here