ગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો: કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નિકળ્યો આર્મી જવાન, લગ્નનું કાર્ડ આપવાના બહાને ઘરમા ઘુસ્યા હત્યારા

0
17
આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે
આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે

જયપુર : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. એક શૂટર જવાન નીતિન મહેન્દ્રગઢના ડૌંગડા જાટનો રહેવાસી છે. નીતિન હાલમાં આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે અને તે અલવરમાં પોસ્ટિંગ પર છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. રાજસ્થાનમાં થયેલા ગોગામેડી હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. બીજી તરફ જવાન નીતિન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે. મહેન્દ્રગઢના ડૌંગડા જાટ ગામનો રહેવાસી જવાન નીતિન અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. તેમણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને તે પછી તે પોતાની ડ્યૂટી પર પરત ફર્યો જ નહી. આ મામલે નીતિનના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર 9 નવેમ્બરના રોજ 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારબાદથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. 22 વર્ષનો નીતિન બે ભાઈઓમાંથી એક છે અને તેમની એક બહેન પણ છે. નીતિનનો ભાઈ વિકાસ પણ 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત છે. બધા ભાઈ-બહેનો લગ્ન થઈ ચૂકેલા છે. નીતિનના પણ એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. અપહરણ કેસમાં આવ્યુ હતું નીતિનનું નામ પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 નવેમ્બરના રોજ મહેન્દ્રગઢના સદરમાં પ્રતાપ ઉર્ફે ગોવિંદ શર્માનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોએ સમયસર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ વાહનનો પીછો કરી અપહરણ કરાયેલ વ્યક્તિને છોડાવી લીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી કુલદીપ રાઠી સહિત અન્ય બેની ધરપકડ કરી હતી. જ્યારે જવાન નીતિન ભાગી ગયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના ઠીક પહેલા નીતિનની આ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here