‘No Vaccine No Entry’: આજથી શહેરની આ જગ્યાઓ પર ફરજિયાત બતાવવું પડશે સર્ટિફિકેટ

0
114
AMC ની તમામ ઝોનલ ઓફિસે વિશેષ ચેકીંગ કરવામાં આવશે. કોઈપણ કર્મચારી હશે તેઓને પણ સર્ટિફિકેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં
AMC ની તમામ ઝોનલ ઓફિસે વિશેષ ચેકીંગ કરવામાં આવશે. કોઈપણ કર્મચારી હશે તેઓને પણ સર્ટિફિકેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં

વેક્સીન (Vaccine) અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. વેક્સીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યો છે

અમદાવાદ: વેક્સીન (Vaccine) અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. વેક્સીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યો છે. એએમસી (AMC) દ્વારા આજથી શહરમાં “નો વેકસીન નો એન્ટ્રી” (No Vaccine No Entry) નો અમલ કરવામાં આવ્યો છે. AMC ની તમામ ઓફિસ એને AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે PM નરેન્દ્ર મોદી (Narendra Modi) ના જન્મ દિવસે ઐતિહાસિક રસીકરણ કર્યા બાદ કોર્પોરેશન (AMC) દ્વારા ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત AMTS કે BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સીનેશન (Vaccination) ફરજીયાત કરાયું છે. કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. AMC ની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશેત્યારે અમદાવાદમાં AMC એ આજથી “નો વેકસીન નો એન્ટ્રી”નો અમલ શરૂ કર્યો છે. આ નિયમ હેઠળ AMC ની તમામ ઓફિસ, AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે. ગાર્ડન, કાંકરિયા લેક્ફ્રન્ટ, ઝુ, લાયબ્રેરી, જીમખાના સહિત અનેક જગ્યાઓ પર આ નિયમનો અમલ થશે. દરેક વિભાગના હેડને અપાયા પરિપત્ર દ્વારા કડક અમલના આદેશ કરવામાં આવ્યા છે. AMC ની તમામ ઝોનલ ઓફિસે વિશેષ ચેકીંગ કરવામાં આવશે. કોઈપણ કર્મચારી હશે તેઓને પણ સર્ટિફિકેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં.બીજો ડોઝ લેવાની મુદત પૂર્ણ થઈ ગયા બાદ રસી ન લેનારને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. AMC ના તમામ વિભાગોની ટીમ ચેકીંગ કરશે. દાણાપીઠ અને 7 ઝોનલ ઓફિસે ઓનસ્પોટ વેકસીનેસનની સુવિધા રહેશે. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફને પણ વેક્સિનેશન અંગેની ચકાસણી કર્યા બાદ જ લોકોને પ્રવેશ આપવા માટે સુચના આપવામાં આવી છે. એટલે હવે જો તમારે શહેરમાં ફરવું પણ હશે તો વેક્સિનેશન ફરજીયાત પણે કરાવ્યું હોય તે ખુબ જ જરૂરી બની ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here