અમદાવાદમાં સાયન્સ સિટીમાં 499 રૂપિયામાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, થ્રીલ રાઇડ સહિતના આકર્ષણો નિહાળી શકાશે

0
239
એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટીકિટ લેવી પડતી હતી. ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.
એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટીકિટ લેવી પડતી હતી. ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.

શનિવાર,રવિવાર, જાહેર રજાના દિવસે ટિકીટનો દર 699 રૂપિયા રહેશે

અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ છે. વર્ચ્યુઅલ માધ્યમથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજયના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. ત્યારે સાયન્સ સિટીમાં અવનવા આકર્ષણ નિહાળવા આવતા મુલાકાતીઓ માટે ટીકીટના દરમાં ઘટાડો કરાયો છે. હવે માત્ર 499 રૂપિયામાં તમામ રાઇડ, થિયેટર સહિતના આકર્ષણો નિહાળી શકાશે.અત્યાર સુધી સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી,એકવાટિક ગેલેરી ઉપરાંત ફાઇવ ડી થિયેટર સહિતના આકર્ષણ નિહાળવા માટે મુલાકાતીઓએ વ્યક્તિ દિઠ 900 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. સાયન્સ સીટીમાં વધુને વધુ લોકો આવે અને વિજ્ઞાનને લગતાં આકષર્ણને નિહાળે તેવા હેતુસર મેનેજમેન્ટ ટીકીટના દરમાં ઘટાડો કર્યો છે. હવે સાયન્સ સિટી જોવા માટે કોમ્બો ઓફર કરાઇ છે. જેમાં માત્ર 499 રૂપિયામાં રોબોટિક-એકેવાટિક ગેલેરી સહિતના તમામ આકર્ષણ મુલાકાતીઓ નિહાળી શકશે.મંગળવારથી શુકવાર સુધી કોમ્બો ઓફરનો લાભ મળશે. શનિવાર,રવિવાર ઉપરાંત જાહેર રજાના દિવસે ટિકીટનો દર 699 રૂપિયા રહેશે. અગાઉ એક એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટીકિટ લેવી પડતી હતી. ટીકીટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં.આ કોમ્બો ઓફરને લીધે સાયન્સ સિટીમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ છે. વર્ચ્યુઅલ માધ્યમથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજયના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. આ અંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભરમાંથી 658 વિદ્યાર્થી અને 18 ગલ્ફ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી 23ની પસંદગી થઇ છે.આ કોન્ફરન્સમાં જેટલા પણ બાળ સાયન્ટિસ્ટ જોડાયેલા છે જે આમાં હિસ્સો લેવાના છે એ બધાને સાયન્સ સિટી ઉપરાંત કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવે તે ઇચ્છનીય છે. તેમના માટેની આવવા જવા અને રહેવાની તમામ વ્યવસ્થા હું કરી દઈશ. આ સાયન્સ સિટી જોઈને લાગશે કોઈ બીજા દેશમાં છીએ. સ્ટેમ કવીઝ પહેલો પ્રયોગ સવા પાંચ લાખ રજીસ્ટ્રેશન થયું છે. વડાપ્રધાન મોદીનો વિચાર રહ્યો છે કે સાયન્સનો ફેલાવો વધારે થાય. સાયન્સ સિટી વિશ્વનું નજરાણું બન્યું છે તો તમામ લોકો ત્યાં આવે. છેલ્લા 6 મહિનામાં 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here