ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઇની હોસ્પિટલમાં લીધાં અંતિમ શ્વાસ

0
273
આ પછી પરિવારજનોએ ઘરે જ ડોક્ટરને બોલાવવા માટે ફોન કર્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓબ્સ્ટ્રિકલ સ્લીપ એપનિયાના કારણે તેમનું અવસાન થયું.
આ પછી પરિવારજનોએ ઘરે જ ડોક્ટરને બોલાવવા માટે ફોન કર્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓબ્સ્ટ્રિકલ સ્લીપ એપનિયાના કારણે તેમનું અવસાન થયું.

મુંબઇ: પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી (Bappi Lahiri) નું 69 વર્ષની વયે નિધન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના (PTI) જણાવ્યા અનુસાર, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીટીઆઈએ ડોક્ટરને ટાંકીને તેમના મૃત્યુની જાણ કરી છે.બપ્પી લહેરીનું મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં નિધન થયું છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું કે, ‘બપ્પી લહેરી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. આ પછી સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત અચાનક બગડી હતી. આ પછી પરિવારજનોએ ઘરે જ ડોક્ટરને બોલાવવા માટે ફોન કર્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓબ્સ્ટ્રિકલ સ્લીપ એપનિયાના કારણે તેમનું અવસાન થયું.ગત વર્ષે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમને મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેઓ ડોક્ટર્સનાં ઓબઝર્વેશન હેઠળ હતા. ત્યારે બપ્પી દાનાં સ્પોક પર્સનનાં જણાવ્યાં મુજબ, ‘ખુબ જ બધું ધ્યાન રાખવા છતા, દુર્ભાગ્યવશ બપ્પી લહેરી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. તેઓ હાલમાં મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારી દેખરેખ હેઠળ છે. બપ્પી દાએ કહ્યું છે કે તેમનાં સંપર્કમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલાં તમામ લોકો પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે.’બપ્પી લાહિરી છેલ્લે બિગ બોસ 15માં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ તેમના પૌત્ર સ્વસ્તિકના નવા ગીત, બચ્ચા પાર્ટીના લોન્ચને પ્રમોટ કરવા આવ્યા હતા. તે શો બિગ બોસમાં તેમનો પ્રથમ અને છેલ્લું પરફોર્મન્સ હતુ.1980ના દાયકામાં પોતાના સંગીત અને ગીતો દ્વારા લોકોના દિલ જીતનાર બપ્પી લહેરીએ ડિસ્કો ડાન્સર, શરાબી અને નમક હલાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં ગીતો ગાયા હતા. બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેઓ બંગાળી બ્રાહ્મણ પરિવારના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here