રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસથી વાહનચાલકો થશે પરેશાન

0
264
આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે
આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છેઆગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને શિયાળાની સિઝનમાં વિપરીત વાતાવરણ સર્જાયું છે વાતાવરણની અસર કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે શિયાળામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે અને તે ગુજરાત તરફ આવી રહ્યું છે જેના કારણે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે તો  આવતી કાલે અમદાવાદ ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છેસાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ દ્વારકા જામનગર પોરબંદર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. વિઝીબિલિટી ઘટી જતાં વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે પરંતુ જે ઝાકળના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ઝાકળની બુંદો  લીલા પાન પર પડશે.અને પાન પીળા પડી જાય છે.શિયાળા માં સૂકા અને ઠંડુ વાતાવરણ રહેતું હોય છે.જેના કારણે સૂકું અને ઠંડુ વાતાવરણ અનુકૂળ હોય તેવા પકનું વાવેતર શિયાળામાં થતું હોય છે.શિયાળામાં વિપરિત વાતાવરણ સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21 અને 22 કમોસમી વરસાદ કમોસમી  રહેશે અને 22 તારીખથી ફરી એક વખત લઘુતમ તાપમાનનો પારો ગગડશે જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરશે.હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે બે દિવસ બાદ તાપમાનમાં ઘટશે અને ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે. 29 જાન્યુઆરી સુધી ઠંડી રહેશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here