મહેસાણાનું સૂર્ય મંદિર હવે રાત્રે પણ ચમકશે! મોઢેરા બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

0
134
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ અને મંદિરને નિહાળવા ખેંચાઈ આવે  છે. જેથી મોઢેરા ગામને એક નવી અને આગવી ઓળખ પણ મળી રહી છે. જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા જઇ રહ્યું છે. જેનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે. રુપિયા 69 કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. જેમાં ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ સબસે સ્માર્ટ પણ લગાવવામાં આવશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 2.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે અને આ પ્રોજેક્ટ નું કામ હાલ પૂર્ણતા ના આરે છે.હાલમાં મોઢેરા ગામ વાસીઓ તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.મોઢેરા ખાતે આવતા પ્રવાસીઓ મંદિરની શોભા માત્ર દિવસ દરમિયાન જોઈ શકે છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રી દરમિયાન સુંદર લાઇટિંગના નજરા સાથે જોવા મળશે. જેથી સૂર્ય મંદિરની નવી ઓળખને નિહાળવા પર્યટકોમાં પણ વધારો નોંધાઇ શકે છે.પ્રોજેકટનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here