અમીષા પટેલ અને સની લિઓની નિર્માતાઓના પૈસા ખાઈ ગયાં

0
70
અમિષા પટેલ અને સની લિઓનીએ કેટલાક ફિલ્મ નિર્માતાઓના પૈસા દબાવી દેતાં આખરે ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડયૂસર્સ એસોસિએશન દ્વારા બંનેને નોટિસ ફટકારી આગામી પચ્ચીસમી જુલાઈએ  એસોસિએશનની ઓફિસ આવી આ બાબતે ખુલાસો કરવા જણાવાયું છે. 
અમિષા પટેલે એક નિર્માતા પાસેથી ૬૫ લાખ રુપિયા ઉધાર લીધા હતા. પરંતુ, તે હવે આ પૈસા પાછા આપવાનું નામ લેતી નથી. અમીષાએ ૨૦૧૭માં નિર્માતા પાસેથી અઢી ટકાના વ્યાજે આ પૈસા લીધા હતા. કેટલીયવાર તેણે આપેલા ચેક પણ પાછા ફર્યા છે. 
અમિષા સામે નાણાંકીય ગરબડીના આક્ષેપો નવી વાત નથી. થોડા સમય પહેલાં જ એક ચેક બાઉન્સના કેસમાં રાંચી કોર્ટે વોરંટ કાઢતાં તેણે અદાલતમાં હાજર થવું પડયું હતું. 
બીજી તરફ સની લિઓનીએ એક નિર્માતાની ફિલ્મ સાઈન કર્યા બાદ સાઇનિંગ એમાઉન્ટ લીધી હતી. ‘યાદોં કી બારાત’ નામની આ ફિલ્મ માટે પૈસા લીધાના બે મહિના બાદ સનીએ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ૨૦૧૫ના આ કિસ્સા પછી વારંવાર નિર્માતાએ સની લિઓની પાસે ઉઘરાણી કરી છે પરંતુ તે પૈસા આપતી નથી .
એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને અભિનેત્રીઓને એસોસિએશન તરફથી પણ આ બાબતે સ્પષ્ટતા કરવા વારંવાર જણાવાયું છે. હવે તેમને પચ્ચીસમી જુલાઈએ એસોસિએશન સમક્ષ હાજર થવા કહેવાયું છે.
 જો તેઓ આ વખતે પણ નોટિસની અવગણના કરશે તો બંને સામે પગલાં લેવાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here