દીપિકાની વધુ એક ગ્લોબલ સિદ્ધિ, ઓસ્કરમાં પ્રેઝન્ટર બનશે

0
27
– ગયાં વર્ષે કાનમાં જ્યૂરી મેમ્બર બની હતી
– ડ્વાયન જ્હોન્સન, માઈકલ બી જોરાર્ડ જેવાધુરંધરો સાથે ઓસ્કર હોસ્ટ કરશે

મુંબઇ : ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણે ગ્લેમર વર્લ્ડમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે આગામી ઓસ્કર એવોર્ડ સેરિમનીમાં પ્રેઝન્ટર તરીકે સામલે થવાની છે. 

ગયાં વર્ષે જ દીપિકાને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય જ્યૂરી મેમ્બર તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. તે પછી તેની આ બીજી મહત્વની સિધ્ધિ છે. ઓસ્કર પ્રેઝન્ટર તરીકે સમગ્ર વિશ્વનાં ગ્લેમર જગતના માંધાતાઓ, હોલીવૂડના ધુરંધરો તથા વૈશ્વિક મીડિયાનું ધ્યાન તેના પર રહેશે. એક ગ્લોબલ સેલિબ્રિટી તરીકે તેનું સ્થાન વધારે મજબૂત બનશે. 

દીપિકા ડવાયન જ્હોન્સન, માઈકલ બી જોર્ડન, રીઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, ટ્રોય કોટ્સુર, જેનીફર કોનેલી જેવા પ્રેઝન્ટર્સની હરોળમાં ઊભી રહેશે. આગામી તા. ૧૨મી માર્ચે લોસ એન્જલિસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કર સેરિમની યોજાશે. 

ભારતની ‘આરઆરઆર’ ફિલ્મનું ‘નાટુ નાટુ’ સોંગ ઓરિજિનલ મ્યુઝિક કેટેગરીમાં નોમિનેટ થયું છે.  આ ઉપરાંત  શૌનક સેનની ‘ઓલ ધેટ બ્રીથ્સ’ને બેસટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ, ગુનીતમ ોંગાની ‘ધ એલિઉેન્ટ વ્હિસપર્સને ‘બેસ્ટ  શોર્ટ ડોક્યુમેન્ટરી માટે ે નોમિનેટ કરવામાં  આવી છે. 

દીપિકાએ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કર્યા પછી પતિ રણવીર સિંહ ઉપરાંત બોલીવૂડની સંખ્યાબંધ સેલિબ્રિટી દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here