અરબ સાગરમાં ONGC ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

0
131
મુંબઈ સ્થિત અરબ સાગરમાં એક રિગ પાસે ઓએનજીસીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
હેલિકોપ્ટરને ઇમરજન્સીની સ્થિતિમાં ઉતરવા માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો

મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત અરબ સાગરમાં એક રિગ પાસે ઓએનજીસીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં 7 યાત્રી અને 2 પાયલોટ સહિત 9 લોકો સવાર હતા. બધા જ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.ઓએનજીસીના એક અધિકારીએ જણાવ્યું કે બધા 9 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં ઓએનજીસીના છ કર્મચારી સવાર હતા અને એક વ્યક્તિ કંપની સાથે કામ કરનાર ઠેકેદારથી સંબંધિત હતો. હેલિકોપ્ટરને ઇમરજન્સીની સ્થિતિમાં ઉતરવા માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો, જે એક તાંબા સાથે જોડાયેલ હોય છે. જે કર્મચારીઓ અને સામાનને કિનારેથી અપતટીય પ્રતિષ્ઠાનો સુધી લઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here