અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે 3 એલિવેટેડ ફ્લાય ઓવર બનશે

0
204
3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર
અમદાવાદમાં એઇટ લેનથી લઈ એલિવેટેડ કોરિડોરના કામ થશે

અમદાવાદ : અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે કમરકસી છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છેમંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશેતેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂા. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવાશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂા.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂા. 110 કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશેમંત્રીએ વધુમાં કહ્યું કે, રૂા. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર 2(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂા. 451.50 કરોડના ખર્ચે બાધડા – અમરેલીના 50.48 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે

આ ઉપરાંત રૂા. 450 કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. 250 કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા 6 માસમાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂા.12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here