ગુજરાત ટાઈટન્સની ટીમનો સાંજે સાડા પાંચ વાગ્યે ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે

0
310
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે

IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થશે. સમગ્ર ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે. ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે ઉસ્માનપુરાથી એલિસ બ્રિજ રિવરફ્રન્ટ પર રોડ શો યોજાનાર છે. જેમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં રોડ શો દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન પણ શરૂ કરવામાં આવ્યું છે.

પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારી એવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનર અપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા છે.દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવે એ પહેલાં સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી હતી. અહીં બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ કોઈ પહોંચી ગયા હતાં. એટલું જ નહીં, બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ જે તે ટીમની ટી-શર્ટ પહેરી હતી. કોઈએ ચહેરા પર ત્રિરંગો બનાવડાવ્યો તો કોઈએ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે નામ લખાવ્યા હતાં. કેટલાક ચાહકોએ પર્યાવરણને લગતાં મેસેજ સાથેના સંદેશા દર્શાવતાં બેનર્સ અને ટેટું બનાવ્યા હતાં.એક ગૃપ ભાજપની ટોપી સાથે મેચ જોવા પહોંચ્યું હતું. આ બધામાં ગ્લેમર્સ પણ સૌને ખેંચી રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here