Omicron Effect: અમદાવાદ એરપોર્ટ પર તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ

0
234
રિપોર્ટ પોઝિટીવ આવનાર દર્દીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ ખાનગી  3 હોટલ આઈસોલેશન માટે રાખવામાં આવી છે. જો પ્રવાસીઓ પોતાના જિલ્લામાં જવું હોય તો જઇ શકશે
રિપોર્ટ પોઝિટીવ આવનાર દર્દીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ ખાનગી  3 હોટલ આઈસોલેશન માટે રાખવામાં આવી છે. જો પ્રવાસીઓ પોતાના જિલ્લામાં જવું હોય તો જઇ શકશે

 પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ થયા બાદ 4 દિવસે અને 8 દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે.નિયમોનો ભંગ કરશે તો એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ: ઓમિક્રોન  (Omicron) અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ (Ahmedabad health department) દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર શૈલેષ પરમારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ગ્રામ્યમાં 50 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં 3 પ્રવાસીઓ હાઈરિસ્ક દેશમાંથી આવ્યા છે.જ્યારે 47 પ્રવાસીઓ લોરીસ્ક દેશમાંથી આવ્યા છે.તમામ પ્રવાસીઓ હોમ કોરોન્ટાઇ રાખવામાં આવ્યા છે.14 દિવસ કોરોન્ટાઇ રહેવાનું રહશે.જેમાં 7 દિવસ હોમ કોરોન્ટાઇ ત્યાર બાદના 7 દિવસ સેલ્ફ કોરોન્ટાઇ રહેવાનું રહેશે. પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ થયા બાદ 4 દિવસે અને 8 દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે.નિયમોનો ભંગ કરશે તો એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો છે.અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International airport) પર છેલ્લા એક સપ્તાહમાં 9800 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં હાઈરીસ્ક દેશમાંથી આવેલા તમામ પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.અને લોરિસ્ક દેશમાંથી આવેલા પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.પોઝિટીવ રિપોર્ટ આવનાર પ્રવાસીઓ માટેની વ્યવસ્થા – ઓમિક્રોન કહેર શરૂ થયા બાદ વધુ બે દેશો હાઈરિસ્ક દેશની યાદીમાં સમાવેશ થયો છે. હવે ઘાના અને તાન્ઝાનિયા દેશથી આવતા લોકોનો rtpcr કરવામાં આવશે. રિપોર્ટ પોઝિટીવ આવનાર દર્દીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ ખાનગી  3 હોટલ આઈસોલેશન માટે રાખવામાં આવી છે. જો પ્રવાસીઓ પોતાના જિલ્લામાં જવું હોય તો જઇ શકશે.પરંતુ પોઝીટીવ દર્દીને પોતામાં જવું હોય તો જઇ શકશે પરંતુ પોતાના ખર્ચ એમ્બ્યુલન્સ જવાનું રહશે અને હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશેઅમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓના થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે. તેમજ સેલ્ફ ડિકલેરેશ ફોર્મ ભરવાનું રહેશે.તેમજ પ્રવાસ પહેલા કરાવેલ આરટી પીસીઆર બતાવવાનો રહેશે.તેમજ વેકસીનની વિગત ચકાસવામાં આવે છે.હાઈરિસ્ક દેશમાંથી આવ્યા છે તો તમામનો rtpcr કરવામાં આવશે.અને લોરીસ્ક દેશ તો બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ 2 ટકા પ્રવાસીઓનો ટેસ્ટ કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here