મણિપુર ઘટના મામલે હવે CBI એક્શનમાં, આરોપીઓની પૂછપરછ અને ક્રાઈમ સીનનો સ્ટોક લેશે

0
189
હવે મણિપુર મામલે CBI સત્તાવાર રીતે તપાસ શરૂ કરશે
રાજ્ય પોલીસ દ્વારા બાકીના ગુનેગારોને પકડવાની કાર્યવાહી શરુ

નવી દિલ્હી : CBIએ મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ અને નગ્ન પરેડ મામલામાં ગૃહ મંત્રાલયના નિર્દેશ પર FIR નોંધીવામાં આવી છે. આ મામલામાં ડીઓપીટીની સૂચના જાહેર થયા બાદ FIR નોંધવામાં આવી છે. મણિપુરમાં નોંધાયેલી FIR પર હવે CBI દ્વારા સત્તાવાર રીતે તપાસ શરૂ કરવામાં આવશે. CBIએ હવે IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 હેઠળ FIR નોંધી છે. રાજ્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. CBI પહેલાથી જ હિંસાના કેસોની તપાસ કરી રહી હતી, જેમાં ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે CBI મહિલાઓના જાતીય શોષણના મામલાની તપાસ અને તેમની કસ્ટડીમાં પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરશે, પીડિત છોકરીઓના નિવેદનો રેકોર્ડ કરી અને ક્રાઈમ સીનનો પણ સ્ટોક લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here