આજે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ, નહીંતર થશે મોટો દંડ! 6 કરોડ લોકો ફાઈલ કરી ચૂક્યા છે

0
49

ગઈકાલે સાંજે 6:30 વાગ્યા સુધી 26.76 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા

આજે આવકવેરો ભરવાની છેલ્લી તારીખ છે. આવકવેરા અધિનિયમની કલમ 139(1) હેઠળ કોઈપણ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ન ફાઈલ કરવા બદલ કલમ 234F હેઠળ દંડ સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરી શકાય છે. જો આવકવેરા ભરનારની કુલ આવક 5 લાખથી વધુ ન હોય તો તેણે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો આવક 5 લાખથી વધુ હોય તો 5,000 રૂપિયાનો દંડ થશે. જો આવક મુક્તિ મર્યાદા (2.50 લાખ) કરતાં ઓછી છે, તો કોઈ દંડ લાગશે નહીં. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here