19 દિવસ પછી શાહરુખ ખાનદીકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો, 15 મિનિટ વાતચીત થઈ

0
128
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે.

ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને મળવા શાહરુખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી આર્યન ખાનની જામીન અરજી બુધવારે ફરી ફગાવી દેવામાં હતી. આર્યનના વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જસ્ટિલ નીતિન સાંબરે કોર્ટ રૂમમાં જામીન માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી હાઈકોર્ટની બેન્ચ ઊઠી ગઈ હતી.

હવે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે.શાહરૂખની સાથે તેના સ્ટાફના પણ કેટલાક લોકો છે. જો કે, માત્ર શાહરૂખ ખાન જ આર્યન ખાનને મળ્યો છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતાને જોતા જ આર્યન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. 2 ઓક્ટોબરના રોજ ધરપકડ થયા બાદ આ પહેલી વખત છે જ્યારે આર્યનના પરિવારનો કોઈ સભ્ય તેને મળવા આવ્યો છે.આજે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ થશેસેશન્સ કોર્ટના ઓર્ડરની કોપી મળતા જ આર્યનના વકીલ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી ફગાવવાના વિરોધમાં અપીલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ સમય થઈ જવાના કારણે તે શક્ય ન થઈ શક્યું. આજે ફરીથી સવારે 10.30 વાગે આર્યનના વકીલ જામીન અરજી દાખલ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરજીની સ્વીકૃતિ બાદ આ મામલો હાઈકોર્ટમાં જસ્ટિસ નિતિન સામ્બ્રેની બેંચની સમક્ષ રહેશેક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડિટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. 14 ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતા સમયે જસ્ટિસ પાટીલે કહ્યું હતું કે તે 20 ઓક્ટોબરે ઘણા જ વ્યસ્ત છે, પરંતુ તેઓ પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. હાઇકોર્ટમાં મોડું થતાં આર્યનના વકીલ અરજી દાખલ કરી શક્યા નહીં..NCB તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહ આ કેસ લડે છે. માનવામાં આવે છે કે 13 તથા 14 ઓક્ટોબરના રોજ NCBની મજબૂત દલીલો આર્યનના વકીલો પર ભારે પડી છે. જોકે ડિટેલ જજમેન્ટ સાંજ સુધી આવે તેવી આશા છે. ત્યાર બાદ જ પૂરી રીતે સ્પષ્ટ થશે કે આર્યનની જામીન અરજી રિજેક્ટ કરવા પાછળ કોર્ટનો શું તર્ક હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here