24 કલાક ફૂડ ડિલીવરીને પરવાનગીથી બિઝનેસ 20 ટકા વધશે

0
294
પોલીસની હેરાનગતિ હોય છે. પરવાનગી મળી છે તો એક બે દિવસ જોઇશંુ કે કેમનું ચાલે છે.
પોલીસની હેરાનગતિ હોય છે. પરવાનગી મળી છે તો એક બે દિવસ જોઇશંુ કે કેમનું ચાલે છે.

હોટલ અને રેસ્ટોરાંને અત્યારુ સુધી 10 વાગ્યા સુધી ડાઇન-ઇન અને 11 વાગ્યા સુધી ફૂડ ડિલીવરીની પરવાનગી આપવામાં આવી હતી. પણ આજથી આ ગાઇડલાઇન બદલાઇ છે. આજથી હોટલ અને રેસ્ટોરાંને 24 કલાક ફૂડ ડિલીવરીની પરવાનગી આપવામાં આવી છે. જેથી સરકારને ડિલીવરીનો સમય વધારવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. 24 કલાકની ફૂડ ડિલીવરીની પરવાનગીથી ઓનલાઇન ફૂડ ડિલીવરીના બિઝનેસમાં 20 ટકા સુધીનો વધારો થઇ શકે છે. આ અંગે પોલીસ કમિશ્નરને પણ પત્ર લખવામાં આવ્યો છે જેથી પોલીસવાળા કર્ફ્યૂ સમયમાં ડિલીવરી બોયને ના રોકે અને આસાનીથી ડિલીવરી થઇ શકે. ઓનલાઇન બિઝનેસ સારો ચાલી રહ્યો છે. 10-11માં સૌથી વધારે ફૂડ ડિલીવરીના ઓર્ડર મળે છે. સરકારે 24 કલાકની પરવાનગી તો આપી છે પણ ઓફિશિયલ લેટર જોઇશે જેથી અમે ડિલીવરી બોયના બાઇક પર લગાવી શકીએ, ભૂતકાળમાં ડિલીવરી બોયને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. – , લાપિનોઝ સરકારએ પરવાનગી તો આપી પણ પોલીસની હેરાનગતિ હોય છે. પરવાનગી મળી છે તો એક બે દિવસ જોઇશંુ કે કેમનું ચાલે છે. 24 કલાકની પરવાનગી સાથે ઓર્ડર પણ મળવા એટલા જ જરૂરી છે. એટલે થોડા સમય ટ્રાય કરીશું પછી જોઇશું કે ક્યાં સુધી ચાલુ રાખીશું . – રાકેશ શાહ, સિટી કોર્નઅમારે ત્યાં ડાઇન-ઇન કરતા ઓનલાઇનનો બિઝનેસ સારો છે. હાલમાં 11 વાગ્યા સુધીમાં જ અમારા ઓનલાઇન બિઝનેસમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. પરવાનગી ભલે મળી છે પણ અમે તો 11 વાગ્યા સુધી જ ચાલુ રાખીશું કારણ કે બીજી બધી વસ્તુનું પણ ધ્યાન જરૂરી છે. – બાઇજુ ધાનાની, ચોઇસ​​​​​​​પરવાનગી છતાં પોલીસની હેરાનગતિ થતી હોવાથી એસોસિએશનએ પોલીસ કમિશ્વનરને ડિલીવરી બોય માટે આઇડાર્ડ ઇશ્યૂ કરવા અંગે લેટર પણ લખ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here