પ્રિયંકા ચોપરા સેરોગસી દ્વારા જન્મેલા બાળકની માતા બની

0
85
અમે એકમાત્ર કપલ છીએ. આ જ કારણથી હું તમામની સામે કહેવા માગું છું કે હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ.'
અમે એકમાત્ર કપલ છીએ. આ જ કારણથી હું તમામની સામે કહેવા માગું છું કે હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ.'

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. આ બાળક સેરોગસી દ્વારા પેદા થયું છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતે જ આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેણે પ્રાઈવસી જાળવી રાખવા લોકોને અપીલ કરી છે.પ્રિયંકાએ ડિસેમ્બર 2018માં હોલિવૂડ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ફેમિલી પ્લાનિંગ પર વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે બાળક તેના અને નિક માટે ભવિષ્યમાં જીવનનો મહત્ત્વનો હિસ્સો હશે.બે મહિના અગાઉ પ્રિયંકા ચોપરાએ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ શોમાં બેબી પ્લાનિંગ અંગેની વાત મજાકમાં કહી હતી. તેણે નિકના ભાઈઓનું ઉદાહરણ આપતાં કહ્યું હતું, ‘અમને બાળક થયું નથી, તેવા અમે એકમાત્ર કપલ છીએ. આ જ કારણથી હું તમામની સામે કહેવા માગું છું કે હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ.’ ઉલ્લેખનીય છે કે નિક જોનસને બે મોટા ભાઈ તથા એક નાનો ભાઈ છે. નિકના મોટા બંને ભાઈઓને ઘરે બાળકો છે, આથી જ પ્રિયંકાએ એમ કહ્યું હતું કે ત્રણ વહુમાંથી માત્ર તેના ઘરે જ પારણું બંધાયું નથી.પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે. કપલ ગુડ ન્યૂઝ ક્યારે આપશે એની રાહ ફેન્સ પણ જોઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં બાળકો તેમજ પતિ નિક જોનસ સાથે પરિવાર શરૂ કરવા વિશે વાત કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે, બાળકો ભવિષ્યની ઈચ્છાઓનો એક મોટો ભાગ છે. એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તે અને નિક જોનસ પોતાના જીવનમાં ફેરફાર લાવવા માટે તૈયાર છે, પરંતુ તે ત્યારે જ થશે જ્યારે થવાનું હશે. શું મમ્મી મધુ ચોપરા પ્રિયંકા પાસેથી દોહિત્ર કે દોહિત્રીની અપેક્ષા રાખી રહ્યા છે? આ સવાલ પર એક્ટ્રેસે જવાબ આપ્યો હતો કે ‘આ અમારા ભવિષ્યનો સૌથી મોટો ભાગ છે. ભગવાનની દયાથી જ્યારે જે થવાનું હશે એ થશે’અગાઉ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં નિક જોનસે બાળકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બાળકો એવી બાબત છે, જે થવાની તેઓ આશા રાખી રહ્યા છે. તેના કહેવા પ્રમાણે, બંને હાલ એકબીજા સાથે ખૂબ ખુશ છે અને ભવિષ્ય માટે તેમનું હૃદય ભરેલું છે. 2019માં આપેલા અન્ય એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે ઘર ખરીદવું અને બાળક લાવવું એ તેના ટુ-ડુ લિસ્ટમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here