યુક્રેનમાં યુદ્ધ અંગે ખોટી માહિતી બદલ રશિયાનોે વિકિપીડિયા, એપલને દંડ

0
63

વીકિપીડિયાને ૩૩૦૦૦ ડોલર, એપલને ૪૪૦૦ ડોલરનો દંડ

રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની ટીકા કરનારા અનેકની સામે કાર્યવાહી કરી છે

યુક્રેનમાં રશિયન સેનાની કાર્યવાહી અંગેની ખોટી માહિતી દૂર ન કરવા બદલ રશિયન કોર્ટે એપલ અને વિકીપીડિયાને દંડ ફટકાર્યો છે.
વહીવટી અને લો લેવલના ક્રિમિનલ કેસોનું સંચાલન કરનાર જસ્ટીસે વીકીમીડિયાને ફાઉન્ડેશનને ૩૦ લાખ રૃબલ (૩૩૦૦૦ ડોલર)નો દંડ ફટકાર્યો છે. આ દંડ યુક્રેનમાં રશિયન સેનાની કાર્યવાહી અંગેની ખોટી માહિતી દૂર ન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.
આ માહિતી ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. આ જસ્ટિસે એપલને ચાર લાખ રૃબલ(૪૪૦૦ ડોલર)ેનો દંડ ફટકાર્યો છે. વિકીપીડિયા પરની આ ખોટી માહિતી ડિલિટ ન કરવા બદલ રશિયાએ એપલને આ દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ એપ્રિલ, ૨૦૨૨થી યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૃ કરી છે. રશિયાની આ કાર્યવાહીની ટીકા કરવા બદલ રશિયાએ અનેક સામે પગલાં લીધા છે.
તાજેતરમાં જ રશિયામાં વિરોધ પક્ષના નેટા વ્લાદીમીર કરા મુરઝાને ચાલુ વર્ષે ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની ટીકા કરવા બદલ ફટકારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here