રશિયા સમયસર ભારતને એસ-400 મિસાઇલ સિસ્ટમ નહીં આપે

0
38
– ચીન અને રશિયાના પ્રમુખોની મુલાકાત બાદ નવો વળાંક
– ભારતે રશિયા સાથે 2018માં 5.43 અબજ ડોલરમાં એસ-400ની ડીલ કરી હતી, 2024માં ડિલીવરી પુરી થવાની હતી

રશિયા તરફથી ભારતને મળનારી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડિલીવરી નિશ્ચિત સમય સુધીમાં એટલે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં થઇ શકે તેમ ન હોવાના અહેવાલો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ હાલમાં જ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનને મળ્યા હતા, તેથી એવી પણ અટકળો છે કે શું ચીનના દબાણને કારણે રશિયા આ મિસાઇલ સિસ્ટમ ભારતને આપવામાં મોડુ કરી રહ્યું છે?

ભારતે રશિયાની સાથે વર્ષ ૨૦૧૮માં ૫.૪૩ અબજ ડોલરમાં પાંચ એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ સ્ક્વાડ્રનના કરારો કર્યા હતા. જેની ડિલીવરી  વર્ષ ૨૦૨૪ સુધી પુરી કરવાનું રશિયાએ વચન પણ આપ્યું હતું. રશિયાએ ભારતને અત્યાર સુધી માત્ર ત્રણ જ સ્ક્વાડ્રન સોંપી છે. જેમાંથી બેને પૂર્વ અને પશ્ચિમી સરહદો પર તૈનાત કરવામાં આવી છે. એસ-૪૦૦ને ખાસ ચીનની વિરુદ્ધમાં ઉપયોગમાં લેવા માટે જ ઓર્ડર આપવામાં આવ્યો હતો. યૂક્રેન યુદ્ધ બાદ રશિયા અને ચીનમાં દોસ્તી બહુ જ મજબૂત થઇ ગઇ છે. 

હાલમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયાની મુલાકાત લીધી હતી. એવામાં એસ-૪૦૦ની ડિલીવરીમાં મોડુ થવાને ચીન સાથે પણ જોડવામાં આવે છે.  જોકે તેની કોઇ જ સત્તાવાર પુષ્ટી નથી કરવામાં આવી રહી. ભારતીય એરફોર્સે એસ-૪૦૦ની ડિલીવરીમાં મોડુ થવાની પુષ્ટી કરી હતી. જેને કારણે એરફોર્સે પોતાના વર્ષ ૨૦૨૪ના ખરીદી માટેના બજેટને પણ ઘટાડી દીધુ છે. એવા અહેવાલો છે કે રશિયા પાસેથી એસ-૪૦૦ સિસ્ટમ મળવામાં મોડુ થઇ રહ્યું છે તેની પાછળનું કારણ યૂક્રેન યુદ્ધ પણ હોઇ શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રશિયાને પણ આર્થિક ફટકાર મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here