કીર્તિદાન ગઢવીએ ગુજરાતની ગરીબ દીકરીઓ માટે USમાં ‘લાડકી પ્રોજેક્ટ’ લોન્ચ કરી મહિનામાં 2 કરોડ એકત્ર કર્યા

0
376
અમેરિકાની ધરતી એવી છે કે જ્યાં દાતાઓ મેઘરાજાની જેમ વરસી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પારદર્શક રાખવામાં આવશે અને ઓનલાઇન રહેશે, જેથી તમે પણ જોઇ શકો. એક-એક રૂપિયાનો હિસાબ ઓનલાઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે
અમેરિકાની ધરતી એવી છે કે જ્યાં દાતાઓ મેઘરાજાની જેમ વરસી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પારદર્શક રાખવામાં આવશે અને ઓનલાઇન રહેશે, જેથી તમે પણ જોઇ શકો. એક-એક રૂપિયાનો હિસાબ ઓનલાઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે

કીર્તિદાન ગઢવીને અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગવર્નર બેથલી હોલ-લોંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા

રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના લાડકી ગીતથી સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. ત્યારે કીર્તિદાન ગઢવી પોતાના દરેક કાર્યક્રમમાં આ લાડકી ગીત ગાય તો છે, પરંતુ સાથેસાથે તેઓ લાડકવાયીઓની ચિંતા પણ કરે છે. હાલમાં કોરોનાની મહામારી બાદ નવરાત્રિ પહેલાંથી જ કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચતાં જ માત્ર પાંચ દિવસમાં મિત્ર સાથે બેસી ગુજરાતની ગરીબ દીકરીઓ માટે લાડકી નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેમાં આજે એક મહિનાની અંદર 2 કરોડ જેટલી માતબર રકમ એકઠી થઇ ગઇ છે. એ તમામ રકમ ગુજરાતની ગરીબ દીકરીઓ પાછળ વાપરવામાં આવશે એવી ખાતરી પણ અમેરિકામાં વસતા ગુજરાતીઓને આપી છે.કીર્તિદાન ગઢવીએ 16 સપ્ટેમ્બરથી અમેરિકાની યાત્રા શરૂ કરી હતી. કીર્તિદાને વધુમાં જણાવ્યું હતું કે દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. 5-15 વર્ષ પછી તમે કોની સાથે કરાવશો, કારણ કે દીકરીઓ જ નહીં હોય તો. અમેરિકાના મારા મિત્ર અમિદભાઇ પાઠક અને મને વિચાર આવ્યો કે લાડકી ગીત ગાવું તમને આનંદ આવે, આંસુ આવે એટલેથી વાત પતી જતી નથી. ગુજરાતમાં આવી લાખો દીકરીઓ છે, જેમને રૂપિયાના વાંકે દવા, શિક્ષણ મળતું નથી. પછી માતા-પિતા કહી દે છે કે બેટા તું ન ભણતી.. ભાઇ ભણશે. ગુજરાત અને ભારતમાં માતાઓ અને દીકરીઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છેઆ વિચારથી અમે 21 સપ્ટેમ્બરના રોજ ડલાસમાં લાડકી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. એક મહિનામાં બે કરોડ જેવી માતબર રકમ એકઠી થઇ ગઇ છે. અમેરિકાની ધરતી એવી છે કે જ્યાં દાતાઓ મેઘરાજાની જેમ વરસી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પારદર્શક રાખવામાં આવશે અને ઓનલાઇન રહેશે, જેથી તમે પણ જોઇ શકો. એક-એક રૂપિયાનો હિસાબ ઓનલાઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે એમ વધુમાં કીર્તિદાને કહ્યું હતું.કીર્તિદાને વધુમાં કહ્યું હતું કે ડોનરનો એક-એક રૂપિયો ગુજરાતની ગરીબ દીકરીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ વાત સાંભળી અમેરિકામાં હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતી નીક પટેલે ચાલુ ડાયરામાં 21 લાખ મારા તરફથી જાહેર કર્યું હતું. આ જાહેરાતથી નીક પટેલને સૌકોઇએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવીએ લાડકી ગીત ગાયું એના માટે તેમને અવોર્ડ પણ મળ્યો છે. ભારત સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવે છે, પરંતુ આપણે અમેરિકાથી ભારત સરકાર સુધી એવો મેસેજ પહોંચાડીએ કે હ્યુસ્ટનના ગુજરાતીઓ પણ પાછળ નથી. આ માટે અમેરિકાના ગુજરાતીઓનો ભારત અને ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સપોર્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here