ચીન અને રશિયાની ડીલથી દુનિયાને ખતરો, ટેન્શનમાં આવેલાં જાપાને આપેલી ચેતવણી

0
47
ચીન અને રશિયાની મૈત્રી ગાઢ બનતાં દુનિયામાં ગજબની હિલચાલ થઈ રહી છે. વિશેષતઃ યુરોપીય દેશો અને અમેરિકા સાવચેત થઈ ગયાં છે. આથી જાપાનને તથા તાઈવાનને સૌથી મોટો ખતરો ઊભો થઈ ગયો છે. જાપાનના વિદેશ મંત્રી યોશીમાસા હયાશીએ અહીં મળી રહેલી ઇન્ડો-પેસિફિક મહાસાગરની પરિષદમાં ચીનની વધી રહેલી હરકતો ચિંતાજનક છે. તેણે તાઇવાન આસપાસ પણ તેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. યુક્રેન પર આક્રણ કરી રશિયાએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પાયા હલાવી દીધા છે. માટે આંતરરાષ્ટ્રીય સમાજે સાથે મળી તેનો જવાબ આપવો જોઈએ તેમ હયાશીએ સ્પષ્ટતઃ કહ્યું હતું.
આ પરિષદમાં ચીનને આમંત્રણ આપવામાં આવ્યું નથી તે પણ ઉલ્લેખનીય છે.
આ પરિષદમાં જાપાનના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે રશિયા અને ચીનની સેનાઓ વચ્ચે આ પ્રકારનો સહકાર ચાલુ રહેતાં અન્ય ક્ષેત્રોમાં પણ પડકારો ઉભા થશે. અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પાયા હલી જશે. બૈજિંગ પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં પણ પોતાની તાકાતથી પરિસ્થિતિ બદલવા માગે છે. તેથી તાઈવાન ઉપર પણ ખતરો ઝળુંબી રહ્યો છે.
યોશીમાસા હયાશીએ વધુમાં કહ્યું હતું કે ઉ. કોરિયા બેલાસ્ટિક મિસાઈલ્સનું પરિક્ષણ કરી તે વિસ્તારમાં તંગદીલી વધારી રહ્યું છે. તેને ચીનનુ ંપુરેપુરું પીઠબળ છે. તે પરિક્ષણો પાછળ ચીન જ છે.
બેઠકમાં ભારત સહિત યુરોપીય સંઘ તથા હિન્દ પ્રશાંત ક્ષેત્રના ઘણા દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. પરંતુ પરિષદમાં ચીનને અને ઉ. કોરિયાને આમંત્રણ અપાયું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here