કર્ણાટક CM ના નામ પર આજે ખડગે લગાવી શકે છે મહોર, સિદ્ધારમૈયા પર સમજૂતીના સંકેત

0
60

કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના દાવા વચ્ચે એક ફોર્મ્યુલા તૈયાર કરી

પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાના નામ સાથે જ આગળ વધતા દેખાઈ છે

આજે કર્ણાટકના નવા સીએમની જાહેરાત થઈ શકે છે. હજુ સત્તાવાર કોણ CM હશે, તે અંગે કોઈ જાહેરાત થઇ નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના દાવા વચ્ચે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. કુરુબા સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાને સીએમ બનાવવામાં આવી શકે છે. તેમના હેઠળ ત્રણ ડેપ્યુટી સીએમ હોઈ શકે છે.
પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા સાથે 
પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાના નામ સાથે જ આગળ વધતા દેખાઈ છે. જો કે, એક જૂથ એવું પણ છે જે  શિવકુમારને સીએમ બનાવવા ઈચ્છે છે. આજે હાઈકમાન્ડ CM ના નામ પર અંતિમ મોહર લગાવી શકે છે.
આજે શિવકુમાર દિલ્હી પહોંચી શકે 
શિવકુમાર હવે મંગળવારે એટલે કે આજે દિલ્હી આવી શકે છે. નેતૃત્વના આમંત્રણ પર દિલ્હી પહોંચેલા તેમના ભાઈ અને કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશ મોડી સાંજે પાર્ટી અધ્યક્ષ ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. 
CM ના ચહેરાની  ખડગે આજે જાહેરાત કરી શકે
કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ખડગેને સીએમ પસંદ કરવામાં વધુ સમય લાગશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર નિરીક્ષકોના રિપોર્ટ બાદ હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ આજે નવા સીએમના નામની જાહેરાત થઈ શકે છે. નવા સીએમ 18 કે 20 મેના રોજ શપથ લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here