વર્ક પ્રેશરના કારણે પુરુષો કરતા મહિલાઓને હાર્ટ એટેક અને સ્ટ્રોક વધુ આવે છે

0
236
તાજેતરમાં કામના દબાણ અને ઊંઘની સમસ્યાઓ જેવા જોખમી પરિબળો કાર્ડિયોવેસ્ક્યુલરના ખતરામાં વધારો કરતા હોવાનું સામે આવ્યું છે
તાજેતરમાં કામના દબાણ અને ઊંઘની સમસ્યાઓ જેવા જોખમી પરિબળો કાર્ડિયોવેસ્ક્યુલરના ખતરામાં વધારો કરતા હોવાનું સામે આવ્યું છે

 વર્ક પ્રેશરના કારણે પુરુષો કરતા મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે!

આજકાલ મોટાભાગના યુવાનો 18 થી 25 વર્ષની ઉંમરે ધૂમ્રપાન (Smoking) અને આલ્કોહોલનું સેવન કરવાનું શરૂ કરે છે. ભૂખને શાંત કરવા માટે ઘરે બનાવેલા ખોરાકને બદલે જંક ફૂડ (Junk Food) પર આધાર રાખે છે. તેમજ વ્યસ્ત જીવનશૈલી (Busy Lifestyle)  પણ યુવાનો તેમને બેદરકાર બનાવી રહી છે. અધૂરામાં પૂરું, નોકરી ધંધા બાબતે તણાવ (Stress), ઊંઘની  (Insomnia) તકલીફ અને થાક જેવી સમસ્યાઓ ઉભી જ છે. જેના કારણે હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોક (Stroke) જેવી જીવલેણ તકલીફો ઉભી થઇ શકે છે. આવી તકલીફો પુરુષોને વધુ થતી હોવાની માન્યતા છે. પરંતુ આ માન્યતાનું ખંડન કરતા આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, વર્ક પ્રેશરના કારણે પુરુષો કરતા મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે!

યુરોપિયન સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન (ESO) કોન્ફરન્સમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ આમ તો ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન, સ્થૂળતા અને શારીરિક નિષ્ક્રિયતાને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે જોખમી પરિબળો તરીકે ઓળખવામાં આવે છે, પણ તાજેતરમાં કામના દબાણ અને ઊંઘની સમસ્યાઓ જેવા જોખમી પરિબળો કાર્ડિયોવેસ્ક્યુલરના ખતરામાં વધારો કરતા હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી હોસ્પિટલ ઝુરિચના ન્યુરોલોજિસ્ટ ડૉ. માર્ટિન હેન્સલ અને તેમની ટીમ દ્વારા જણાવાયું હતું કે, પુરુષો મહિલાઓ કરતા હાર્ટ એટેક અને સ્ટ્રોકથી વધુ અસરગ્રસ્ત હોવાનું માનવામાં આવે છે. જોકે, અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓની તુલનામાં પુરુષો વધુ ધૂમ્રપાન કરે છે અને મેદસ્વી હોવાની સંભાવના વધારે છે, પરંતુ સ્ત્રીઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક પાછળ કારણભૂત કામનો તણાવ, ઊંઘની તકલીફો અને થાક જેવા નવા પરિબળોનું પ્રમાણ વધ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે, ફૂલ ટાઈમ કામ કરતી મહિલાઓ સાથે આ આંકડો પણ વધી રહ્યો છે. કામનો તણાવ, ઊંઘની તકલીફો અને થાક જેવી બાબતોમાં કામ અને ઘરેલું જવાબદારીઓ અથવા અન્ય સામાજિક-સાંસ્કૃતિક પાસાઓ સામે ઝઝૂમવા સહિતના પરિબળો કારણભૂત હોય છે. તેમજ આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ભુલાઈ જતી મહિલાઓની ખાસ આરોગ્ય જરૂરિયાત પણ તેમાં જવાબદાર હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here