વૈષ્ણો દેવીના મંદિરમાં મચી નાસભાગ, 12ના મોત, મૃતકો માટે 12 લાખ વળતરની જાહેરાત

0
311
એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વર્ષ 2022ની શરૂઆતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.

જમ્મુઃ વર્ષ 2022ની શરૂઆતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. તમામની કટરા અને કકરાયલ નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.જણાવી દઈએ કે માતા વૈષ્ણોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સૌથી પહેલા 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ધીરે ધીરે આ આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથીમાતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીર એલજી ઓફિસના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં, ‘ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી. તેમને ઘટના વિશે જાણ કરી. આજની નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ સમિતિનું નેતૃત્વ મુખ્ય સચિવ (ગૃહ) કરશે, જેમાં ADGP, જમ્મુ અને ડિવિઝનલ કમિશનર, જમ્મુ સભ્યો હશે.રાહુલ ગાંધીએ પણ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું, ‘માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ પણ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. જમ્મૂ-કાશ્મીર એલજી ઓફિસના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, “નાસભાગમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.” ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF દ્વારા બે-બે લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here