ગુજરાતમાં JN.1ના સૌથી વધુ કેસ:નવા વેરિયન્ટની ઝડપ વધી; ગુજરાતમાં 36, કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યમાં કુલ 109 કેસ

0
177

નવી દિલ્હી : કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન-પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રની સાથે આરોગ્ય ત્ર પણ હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. 26 ડિસેમ્બર સુધી દેશમાં કોરોના વાઇરસ JN.1ના નવા પ્રકારના કુલ 109 કેસ નોંધાયા છે. કોવિડના નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યારસુધીમાં 8 રાજ્યમાંથી કુલ 109 કેસ નોંધાયા છે, જેમાં ગુજરાતમાં 36 કેસ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેરળમાં નવા વેરિયન્ટને કારણે બે લોકોનાં મોત થયાં છે. આ પછી દક્ષિણનાં રાજ્યોએ પોતપોતાનાં સ્થળોએ બેઠકો યોજી અને આરોગ્ય વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપી. જો દેશમાં કોરોના વાઇરસના કેસની જ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. હવે સક્રિય કેસની સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે. ICMRના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. સૌમ્યા સ્વામીનાથને નવા પ્રકારને લઈને સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે અમારે ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકાર જોખમી છે કે નહીં એ જાણવા માટે અમારી પાસે JN.1 પર કોઈ ડેટા નથી. નિષ્ણાતો કહે છે કે JN.1 સબ-વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આનું કારણ એ છે કે આ પ્રકારમાં વધારાનું પરિવર્તન છે અને એને કારણે એ મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અને રસીવાળા લોકોને પણ સરળતાથી ચેપ લગાડે છે. આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉછાળો આવે એવી દહેશત છે, જે ત્રણ સપ્તાહ સુધી જોવા મળી શકે છે. આ પહેલાં કોરોનાના કેસ ઓછા થવાની આશા નથી. જ્યાં ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટનાં કેસ વધવા લાગ્યા છે. એ જ સમયે ભારતમાં ફરી એકવાર કોવિડ -19ના કેસ ફેલાવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે 27 ડિસેમ્બરે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા, જેમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 21 કેસ છે. WHOએ JN.1નો ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’માં સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું હતું કે અત્યારસુધીનું વિશ્લેષણ કહે છે કે હાલની વેક્સિન JN.1 વેરિયન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી, જોકે WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ જિલ્લાઓએ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ લેબમાં મોકલવાના નિર્દેશ આપ્યા છે. કર્ણાટકનાં પાડોશી રાજ્યો કેરળમાં કોવિડ-19 JN.1ના નવા પ્રકારના કેસોમાં વધારાને કારણે ત્યાં પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. 60 વર્ષ અને એથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો, કિડની, હૃદય, લિવર જેવા રોગોથી પીડિત લોકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓને બહાર જતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રના નિર્દેશો મુજબ, હવે બહુ ગભરાવાની જરૂર નથી અથવા નિયંત્રણો લાદીને સરહદ (કેરળ, તામિલનાડુ રાજ્યો) પર દેખરેખ વધારવાની જરૂર નથી. જોકે કેરળ અને તામિલનાડુને અડીને આવેલા તમામ સરહદી જિલ્લાઓએ સતર્ક રહેવું જોઈએ. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, પ્રથમ JN.1 વેરિયન્ટ 8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં મળી આવ્યો હતો. 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગનાં હળવા લક્ષણો હતાં. જોકે બાદમાં તેઓ સ્વસ્થ થઈ ગયાં હતાં. કોવિડ સબ-વેરિયન્ટ JN.1 સૌપ્રથમ યુરોપિયન દેશ લક્ઝમબર્ગમાં ઓળખવામાં આવ્યો હતો. અહીંથી એ ઘણા દેશોમાં ફેલાવા લાગ્યો. આ પેટા-વેરિયન્ટ પિરોલો વેરિયન્ટ (BA.2.86) સાથે જોડાયેલો છે. એ માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ સામે ખતરનાક હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે નવા સબ-વેરિયન્ટને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં JN.1નો પ્રથમ દર્દી મળી આવ્યો હતો યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે 8 ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં સબ-વેરિયન્ટ JN.1 અંદાજિત 15% થી 29% કોવિડ કેસ માટે જવાબદાર છે. JN.​​​​​​.1નો પ્રથમ દર્દી સપ્ટેમ્બરમાં વખત સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here