CAA લાગુ કરવામાં આવશે, અમિત શાહે આપી ખાતરી

0
299
પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષ નેતા શુભેંદુ અધિકારી અમિત શાહ ને તેમના કાર્યાલયમાં મળ્યા, તેમણે શિક્ષક ભરતી કૌભાંડ વિશે જણાવ્યું,
અમિત શાહે તેમને ખાતરી આપી હતી કે, કોવિડ-19 રસીકરણની કવાયત પૂર્ણ થયા બાદ આ અંગેના નિયમો તૈયાર કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળના બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ને નાગરિકતા સુધારો કાયદો વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી હતી. આ વિષયમાં અમિત શાહે તેમને ખાતરી આપી હતી કે, કોવિડ-19 રસીકરણની કવાયત પૂર્ણ થયા બાદ આ અંગેના નિયમો તૈયાર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી શાહને મળ્યા બાદ, પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ભરતી કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા 100 જેટલા તૃણમૂલ કોંગ્રેસ નેતાઓની યાદી પણ સુપરત કરી હતી, જેમાં રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીનો સમાવેશ થાય છે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ઉઘાડા પાડવા અધિકારીએ તપાસની માંગ કરી હતી, કેન્દ્રીય ગૃહમંત્રીને કેટલાક TMC નેતાઓના લેટરહેડ પણ આપ્યા હતા, જેમાં ધારાસભ્યો પણ સામેલ હતા, જેનો ઉપયોગ નોકરીઓ માટે કથિત રીતે લાંચ લઈને કેટલાક નામોની ભલામણ કરવામાં આવી છે. શાહને મળ્યા બાદ તેમણે ટ્વીટ કર્યું, ‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં તેમના કાર્યાલયમાં 45 મિનિટ સુધી મળવું મારા માટે સન્માનની વાત છે. મેં તેમને શિક્ષક ભરતી કૌભાંડ જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં કેવી રીતે પશ્ચિમ બંગાળ સરકાર સંપૂર્ણપણે ડૂબી ગઈ છે તે વિશે જણાવ્યું, તેમજ તેમને વહેલી તકે CAA લાગુ કરવા વિનંતી કરી છે. અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે CAAનો અમલ પશ્ચિમ બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેનો લાભ થઈ શકે છે. CAA 11ડિસેમ્બર, 2019ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને 24 કલાકની અંદર 12 ડિસેમ્બરે સૂચિત કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી તેના નિયમો બનાવવામાં ન આવ્યા હોવાથી અમલ અટકી ગયો છે. CAA વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ટીકાકારોનું કેહવું છે કે, આ કાનૂન મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. મે મહિનામાં, બંગાળમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, શાહે કહ્યું હતું કે કોવિડ મહામારી સમાપ્ત થયા પછી કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદો પડોશી દેશો-બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને નાગરિકતા આપવા માંગે છે, જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં સ્થળાંતર કરીને આવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here