Cyber Crime: અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમનાં 10 કેસ, કોઇનાં ગયા 3 લાખ રુપિયા તો કોઇનાં 66,000

0
324
Paytm પર કેવાયસી અપડેટ, ગુગલ પે , ઇન્સ્ટાગ્રામથી ઓનલાઇન બિઝનેસનાં નામે લોકોને છેતરીને તેમનાં પૈસા સેરવી લેતી દસ ઘટનાઓ એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં બની છે
Paytm પર કેવાયસી અપડેટ, ગુગલ પે , ઇન્સ્ટાગ્રામથી ઓનલાઇન બિઝનેસનાં નામે લોકોને છેતરીને તેમનાં પૈસા સેરવી લેતી દસ ઘટનાઓ એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં બની છે

અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એકતરફ સાયબર ક્રાઇમ સેલ અલગ અલગ આંકડાઓ બતાવી તેઓએ કરેલી માત્ર સારી કામગીરી જ બતાવે છે. પણ હકીકત જોવા જઈએ તો સાયબર ક્રાઇમ દ્વારા જૂની અરજીઓ લઈને રાખી મુકવામાં આવે છે અને જરૂર જણાય અથવા ઉપરથી આદેશ આવે ત્યારે તેને ફરિયાદ તરીકે નોંધે છે. શહેરણ અલગ અલગ પોલીસસ્ટેશન માં 10થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. જે તમામ બનાવો જુના છે પણ એકસાથે અરજીઓનો નિકાલ કરવાની આદત સાથે હવે ફરિયાદો નોંધાઈ છે. જેમાં પેટીએમ કેવાયસી, ઇન્સ્ટાગ્રામ, ગુગલ પે દ્વારા લોકો સાથે લોકોના લાખો રૂપિયાની ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે.


આજકાલ હાઈટેક જમાનામાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. એકબાજુ તહેવાર આવે છે ને ઓનલાઈન સેલ ચાલુ થઈ જતા હોય છે. લોકો સસ્તું ખરીદવાની લાલચમાં આવીને ગમે તે લિંક ઓપન કરી ખરીદી કરવા જતા હોય છે પણ આખરે તે ઠગાઈનો ભોગ બને છે. સસ્તા મોબાઈલ, સસ્તા કપડા જેવી વસ્તુઓ ખરીદવામાં લોકોને વધુ રસ પડતો હોય છે જેથી સાયબર ક્રિમિનલો પણ આ જ મોડ્સ ઓપરેન્ડી વાપરી લોકોના પૈસા ઓળવી જતા હોય છે. હવે સાયબર ગઠિયાઓ સસ્તી વસ્તુ આપવાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાતો કરી લોકો પાસે પેટીએમ કે ગૂગલ પે પર પેમેન્ટ લઈ ઠગાઈ આચરતા થયા છે.

લોકોએ માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે કાયમ કોઈ પણ લિંક આવે તો તેને ઓપન ન કરવી, અજાણી વ્યક્તિનો ફોન આવે તો વાત ન કરવી, કોઈ મોંઘી વસ્તુ સસ્તામાં મળતી હોવાનાં લોભ લાલચમાં આવવું નહિ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ વસ્તુ ખરીદવાની જાહેરાતમાં પડવું નહિ. આટલી કાળજી લોકો રાખશે તો કદાચ આવી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.

1 – વેપારી સાથે કેવાયસી કરવાના નામે થઈ ઠગાઈ…ગઠીયાએ Paytm કેવાયસી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને બાદમાં બેંક એકાઉન્ટમાંથી ગઠીયાએ 3.35 લાખ ઉપાડી લેતા આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી


2 – વૃદ્ધ સાથે Paytm કેવાયસી કરવાના નામે ગઠીયાએ આચરી ઠગાઈ .એક લાખથી વધુ ની રકમ ની ઠગાઈ આચરવા મામલે કૃષ્ણ નગર પોલીસે તપાસ હાથ ધરી


૩- સસ્તામાં આઈફોન લેવામાં યુવક ભરાઈ ગયો- ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવક સાથે ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી બેંકની વિગતો મેળવી 68 હજાર ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરતા સરખેજ પોલીસે ગુનો નોંધ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here