ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના આપના નેતાઓ 12મા દિવસે જેલમાંથી મુક્ત થશે

0
298
AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી
AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી

અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવશે. જેના પગલે મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓ સાબરમતી જેલની બહાર તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા છે. જેલના દરવાજે પરિવારજનો આતુરતાથી તેઓના બહાર આવવાની રાહ જોઈ રહ્યાં છેજેલમાંથી બહાર આવનારા નેતાઓનું સ્વાગત કરવા માટે સાબરમતી જેલની બહાર ફૂલોથી AAP WELL COME લખવામાં આવ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ પણ સાબરમતી જેલ પહોંચ્યા છે. ત્યાર બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. જ્યારે બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી ગુરૂવારે સેશન્સ કોર્ટે મંજૂર કરી છેઆપના વકીલ પુનિત જુનેજાએ જણાવ્યું હતુ કે, પેપર લીકકાંડ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા કમલમ ખાતે ગયાં હતાં. ત્યાં હોબાળો થયા બાદ ભાજપે તેમના કાર્યકર્તા પાસેથી ખોટી ફરિયાદ કરાવી હતી. ઇસુદાન ગઢવીએ નશાની હાલતમાં છેડતી કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. જોકે, મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ બધુ જોતા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વાયબ્રન્ટ ઇવેન્ટ નજીક આવી રહી છે અને મોટા હોબાળા થઇ શકે છે. આપના કાર્યકર્તાઓ પર જે ફરિયાદ છે તેને સો ટકા સાચી માની શકાય નહીં. અન્યાય સામે વિરોધ કરવાનો, અનાજ ઉઠાવવાનો દરેકને હક છે અને આ હકને લઇને એ દિવસે આમ આદમી પાર્ટીએ કમલમ ખાતે ન્યાય માટે વિરોધ ઉઠાવ્યો હતો. ત્યારે આ ઘટના ઘટી હતી. આજે 55 કાર્યકર્તાઓના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.બિન-સચિવાલયની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ AAPએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. 20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here