અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો:સૌ પ્રથમવાર 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

0
283
આજે 11 વાગ્યે સજા સંભળાવવામાં આવે એવી શક્યતા છે. આગાઉ આરોપીના વકીલ અને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી.
આજે 11 વાગ્યે સજા સંભળાવવામાં આવે એવી શક્યતા છે. આગાઉ આરોપીના વકીલ અને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી.

અમદાવાદ : અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની સજાની 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. હવે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. રેરેસ્ટ ઓફ રેર કેસ છે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ઇજાઓ પામ્યા છે, તેમનાં પરિવારજનોની સ્થિતિ કોર્ટ ધ્યાનમાં લે.હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓ પર કોઈ રહેમ ના રાખવી જોઈએ.આરોપીઓને સુધારાનો અવકાશ આપો. કોર્ટે સજા કરતાં પહેલાં આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુતમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જોસરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે 11 વાગ્યે સજા સંભળાવવામાં આવે એવી શક્યતા છે. આગાઉ આરોપીના વકીલ અને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. આજે 49 આરોપીને સજાની સુનાવણી કરવામાં આવશે. 302માં ફાંસી અને જન્મટીપની સજા થઈ શકે છે. આતંકી કૃત્ય અને UAPAની કલમો હેઠળ સજા ફટકારવામાં આવી શકે છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે.અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here