ગુજરાતીઓની દરિયાદિલી: પાકિસ્તાની રેફ્યુજી પરિવારની દીકરીના લગ્ન રંગેચંગે કરાવ્યા

0
264
 લીલો માંડવો અને લીલા તોરણમાં લગ્ન સરાની આ જાન આવતા પિતાની ચિંતામાં ચોક્કસ વધારો થાય પરંતુ આજે આ પરિવારમાં ખુશી છે અને ચિંતાનું કોઈ કારણ નથી.
 લીલો માંડવો અને લીલા તોરણમાં લગ્ન સરાની આ જાન આવતા પિતાની ચિંતામાં ચોક્કસ વધારો થાય પરંતુ આજે આ પરિવારમાં ખુશી છે અને ચિંતાનું કોઈ કારણ નથી.

આ પાકિસ્તાની રેફ્યુજી પરિવારની દીકરીના લગ્ન મહેસાણા પાસેના ગામના લોકોએ ધામધૂમથી કરાવ્યા છે. 

 મહેસાણા : હાલ લગ્નની મોસમ ફુર જોશમાં જામી છે તેવામાં દીકરીના લગ્ન હોય તો પિતા પર કાળજાના કટકાને વળવાની તાલાવાલી અને કોઈ તકલીફ રહી ના જાય તે માટે પિતા ભારે ચિંતિત હોય છે. પરંતુ આજે પોતાની દીકરીના લગ્ન હોવા છતાં એક પિતા ચિંતા મુક્ત મળ્યા કારણ કે, તમામ ચિંતા ગ્રામજનોએ ઉઠાવી લીધી છે. મૂળ પાકિસ્તાનના  મીરપુર ખાસ હૈદરાબાદના રહીશો મહેસાણાને એડીને આવેલા કુક્સ ગામમાં રહે છે. તેઓ છુટક મજૂરી લારી ખેંચીને ગુજરાન કરે છે. તો આ પાકિસ્તાની રેફ્યુજી પરિવારની દીકરીના લગ્ન ગામલોકોએ ધામધૂમથી કરાવ્યા છે. લીલો માંડવો અને લીલા તોરણમાં લગ્ન સરાની આ જાન આવતા પિતાની ચિંતામાં ચોક્કસ વધારો થાય પરંતુ આજે આ પરિવારમાં ખુશી છે અને ચિંતાનું કોઈ કારણ નથી. કેમ કે, આ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ગામજનોએ ઉઠાવી લીધો છે કોઈએ 5 હજાર આપ્યા તો કોઈ એ જમણવારનો ખર્ચ કર્યો અને કોઈ માંડવો બાંધ્યો તો કોઈએ છાસ અને મોહનથાળની ભેટ સાથે ચાંદીના કંડલા અને ચાંદીની હેર સહિત સંપૂર્ણ કરીયાવળ આપીને હિન્દૂ પાકિસ્તાની દીકરીના લગ્ન કરાવ્યા.

જ્યારે લગ્ન ગીતો વચ્ચે આજે પાકિસ્તાની રફ્યુઝી પરિવાર ભારે ખુશ જોવા મળ્યો હતો મૂળ પાકિસ્તાનના  મીરપુર ખાસ હૈદરાબાદના આ રહીશો મહેસાણાને એડીને આવેલા કુક્સ ગામમાં રહે છે. તેઓ છુટક મજૂરી લારી ખેંચીને પોતાનું ગુજરાન કરે છે જ્યારે 3 વર્ષ પહેલાં પાકની નાપાક હરકતોના કારણે ત્રસ્ત બનેલા આ પરિવારની રામીબેન ઠાકોરની ઉંમર  વટાવતા પિતા  ચેતનભાઈ ઠાકોરની ચિંતામાં વધારો થયો હતો. કારણ કે જાતે મજૂરી કરીને ગુજરાન કરતા દીકરીને લગ્ન કેવી રીતે કરવા તે ચિંતા હતી. તેવામાં પાકિસ્તાનના જ રહેવાસી અંબાભાઈ રામસિંહ ભાઈ ઠાકોરના પરિચયમાં આવતા દીકરીના લગ્ન નક્કી કરવામાં આવ્યા. દીકરીના લગ્નની વાત જ્યારે ગામ કુક્સમાં કરવામાં આવી તો કુક્સ ગામના રહીશોએ સંપૂર્ણ ખર્ચ ઉઠાવીને વાગતા ઢોલે લગ્ન કરી આપ્યા અને આજે રાધનપુર સુલતાનપુર વડમાંથી જાન આવી અને હિન્દૂ વિધિ સાથે લગ્ન યોજવામાં આવ્યા હતા.જ્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here