ઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી પડ્યો, એક દિવસમાં ભાવુક થઈને ત્રણવાર રડી પડ્યો કૃણાલ પંડ્યા

0
214
કૃણાલ પ્રથમવાર નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ લઈને રડી પડ્યો, બીજીવાર ઈનિંગ પૂરી કર્યા બાદ પ્રેઝન્ટેટર સામે રડ્યો અને બાદમાં ભાઈ હાર્દિકને ભેટીને રડ્યોભારતે 50 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 317 બનાવ્યાગળગળા અવાજે કૃણાલે કહ્યું- આ ફિફ્ટી મારા પપ્પા માટે
કૃણાલ પ્રથમવાર નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ લઈને રડી પડ્યો, બીજીવાર ઈનિંગ પૂરી કર્યા બાદ પ્રેઝન્ટેટર સામે રડ્યો અને બાદમાં ભાઈ હાર્દિકને ભેટીને રડ્યોભારતે 50 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 317 બનાવ્યાગળગળા અવાજે કૃણાલે કહ્યું- આ ફિફ્ટી મારા પપ્પા માટે

ઈંગ્લેન્ડ સામેની પુણેની વન ડે મેચમાં કૃણાલ પંડ્યાએ ડેબ્યુ કર્યું છે. આજે તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યુ છે. તેણે ડેબ્યુ મેચમાં 26 બોલમાં ફિફ્ટી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. કૃણાલે ફિફ્ટી પૂરી કરતા પેવેલિયનમાં બેઠેલો હાર્દિક પંડ્યા રડી પડ્યો હતો. ફિફ્ટી પૂરી કર્યા પછી કૃણાલે આકાશ તરફ જોઈને પિતાને યાદ કર્યા હતા. 2 મહિના પહેલા જ તેના પિતાનું અવસાન થયું હતું. ધીમી શરૂઆત અને વિકેટો પડી રહી હતી તે સ્થિતિમાં કેએલ રાહુલ સાથે નિર્ણાય ઈનિંગ રમીને કૃણાલે ભારતના સ્કોરને 300ને પાર પહોંચાડ્યો હતો. આજની મેચમાં કૃણાલ 31 બોલ બે સિક્સર અને 7 ફોરની મદદથી 58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. કેએલ રાહુલ સાથે મળીને તેણે 61 બોલમાં 112 રનની ભાગીદારી કરહી હતી. ભારતની શરૂઆત ધીમી રહી હતી. પ્રથમ 10 ઓવરમાં માત્ર 39 રન જ કર્યા હતા. જ્યારે 50 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને ભારતે 317 બનાવ્યા હતા. ડેબ્યુમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ કૃણાલે પોતાના નામે કર્યો
વન ડે ડેબ્યુ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ કૃણાલે પોતાના નામે કર્યો કર્યો છે. કૃણાલે 26 બોલમાં ફિફ્ટી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોન મોરિસના નામે હતો. તેણે ડેબ્યુ મેચમાં 35 બોલમાં ફિફ્ટી કરી હતી.ઈંનિંગ પછી હાર્દિને ભેટીને કૃણાલ પણ રડ્યો ફિફટી માર્યા બાદ કૃણાલ પંડ્યા એટલો બધો ભાવુક થઈ ગયો કે ઇનિંગ્સ પછી તે વાત પણ કરી શક્યો નહોતો. ગળગળા અવાજે તે માત્રે એટલું જ બોલી શક્યો કે, આ ફિફટી મારા પપ્પા માટે છે. હું ઈમોશનલ થયો છું.નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ મેળવીને પણ તે ઈમોશનલ થયો હતો પ્રથમ મેચમાં કૃણાલ પંડ્યા નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ મેળવીને ઈમોશનલ થયો હતો. પંડ્યા બ્રધર્સે બાળપણથી જ સાથે ક્રિકેટ રમીને પોતાના કારકિર્દીની શરૂઆત કરી. છેલ્લા ઘણા વર્ષોથી પંડ્યા બ્રધર્સ IPLમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એક સાથે પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં જ્યારે ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમવાની વાત આવે ત્યારે મોટાભાગે દરેક ક્રિકેટ પ્લેયરની આંખમાં આંસું આવી જતા હોય છે. આજે પણ કૃણાલ પંડ્યાએ જ્યારે ડેબ્યુ કેપ તેના નાના ભાઈના હાથે લીધી ત્યારે ભાવુક થઈને રડી પડ્યો હતો.2 મહિના પહેલાં થયું હતું પિતાનું નિધન પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુભાઈનું 2 મહિના પહેલાં હ્રદય રોગના હુમલાથી નિધન થયું હતું. તે સમયે હાર્દિકે સોશિયલ મીડિયા પર પિતાના નિધન અંગે લાગણી વ્યકત કરી હતી કે ‘ગઇકાલે તેમનો છેલ્લી સફર હતી, મારા કિંગ તમે શુધ્ધ આત્માના માલિક હતા, ડેડ હવે દરરોજ તમારી કમીનો અહેસાસ થશે, હું તમને હંમેશા પ્રેમ કરતો રહીશ.’ ધવન 98 રને આઉટ થયો
ટોસ હાર્યા પછી ભારત પ્રથમ બેટિંગ માટે ઉતર્યું હતું. ભારતે 50 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 317 બનાવ્યા હતા. શિખર ધવને સૌથી વધારે 98 રન બનાવ્યા હતા. કૃણાલ 58 રને અને રાહુલ 62 રને નોટ આઉટ રહ્યા હતા. કોહલીએ 56 રન અને રોહિત શર્માએ 28 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા આજની મેચમાં નિષ્ફળ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here