દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોનાની ઝપટમાં

0
346
. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોતાના ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટ્વીટ બાદ તેમને ટ્વીટર પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પંજાબ-ચંદીગઢમાં થોડા દિવસ પહેલા યોજાયેલી રેલીની તસવીરો શેર કરતા લોકો કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે
ટ્વિટર પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તે એક-બે દિવસ પહેલા ચંદીગઢમાં સીએમ કેજરીવાલની રેલીની છે. તેમાં તેઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા છે. લોકો એ લખીને આનંદ માણી રહ્યા છે કે મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, પરંતુ તસવીરોમાં જોવામાં આવે તો મુખ્યમંત્રી હજારોની ભીડની વચ્ચે માસ્ક વગર જોવા મળે છે.અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.31 ડિસેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા. આ દરમિયાન પણ તેમણે માસ્ક પહેરેલું ન હતુ. તેમની આસપાસ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં એક-બે સિવાયનાં કોઈના ચહેરા પર માસ્ક નથી. દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 37,379 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.11,007 લોકો સાજા થયા છે જ્યારે 124 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 71 લાખ 830 થયા છે મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણે જોર પકડ્યું છે. 24 કલાકમાં ઈન્દોરમાં જ સૌથી વધુ 137 નવા સંક્રમિત મળી આવ્યા છે. અહીં 1 દર્દીનું મોત પણ થયું છે. ડિસેમ્બરમાં પણ બે મોત થયાં છે. સંક્રમણ દર વધીને 1.85 ટકા થયો છે. નવા સંક્રમિતોમાંથી 69 ભોપાલના છે. દતિયાના કલેક્ટર સંજય કુમાર, તેમનાં પત્ની અને પરિવારના અન્ય બે સભ્યો પણ પોઝિટિવ આવ્યાં છે. કલેક્ટરની પુત્રી એક દિવસ પહેલાં જ દિલ્હીથી પરત ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here