પાટણના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત

0
175
અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે.
અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે.

મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો

બુધવારે લગ્નના ફેરા લેવાય એ પહેલાં જ મંગળવારે રાત્રે મહેસાણા દવાખાનામાં મોત થયું, છ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

પાટણ : સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે આસેડા નજીક અચાનક બાઈક સ્લિપ થઈ જતાં બન્ને જણા રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનાં વારાફરતી મૃત્યુ થયાં હતાં. ઇજાગ્રસ્ત ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણા ખાતે મંગળવારે રાત્રે મોત થયું હતું. બન્ને મિત્રનાં મોત થતાં વાહણા ગામ હીબકે ચઢ્યું હતુંઅકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતાં મા- દીકરો નોધારા બન્યાં હતાં. એકસાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બન્ને મિત્રો ધરપડા ગામે રવિવારે સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના ધરપડા- આસેડા એકમાર્ગીય રોડ પર પસાર થઈ રહ્યા હતા, એ સમયે અચાનક બાઈક સ્લિપ ખાઈ જતાં બાઈક પિલરે ટકરાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલા બન્ને જણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા.25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં સોમવારે રાત્રે મોત થયું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો, જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here