બ્રિટનમાં ટીપુ સુલતાનની તલવાર 142 કરોડમાં વેચાઈ, હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની

0
98

ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ કહેવામાં આવે છે જે શક્તિનું પ્રતીક છે

ટીપુ સુલતાનની તલવાર 18મી સદીમાં બની હતી

મૈસૂરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લંડનમાં ઈસ્લામિક અને ઈન્ડિયન આર્ટ સેલમાં તેની £14 એટલે કે આશરે રૂ. 142.8 કરોડ હરાજી કરવામાં આવી હતી.  આ તલવારે હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે.
ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ કહેવામાં આવે છે
ટીપુ સુલતાનની તલવારની હરાજીનું આયોજન કરનાર બોનહેમ્સે જણાવ્યું હતું કે તલવાર અપેક્ષા કરતાં અનેક ગણી વધારે કિંમતમાં વેચાઈ હતી. ટીપુ સુલતાનની તલવાર હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે. વર્ષ 1782થી 1799 સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ કહેવામાં આવે છે જે શક્તિનું પ્રતીક છે. વર્ષ 1799ના મે મહિનામાં શ્રીરંગપટના ખાતે ટીપુ સુલતાનના શાહી કિલ્લાના વિનાશ બાદ તેના મહેલમાંથી ઘણા શસ્ત્રો દૂર કરવામાં આવ્યા હતા. આ શસ્ત્રોમાં કેટલાક હથિયારો તેની ખૂબ નજીકના ગણાતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here