ગૃહ મંત્રાલયે કર્યો મોટો નિર્ણય, BSF બાદ હવે CISFની ભરતીમાં મળશે 10 ટકા અનામત

0
30

મંત્રાલયે અગ્નિવીરોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટની પણ જાહેરાત કરી છે

પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય CISFમાં ખાલી જગ્યાઓની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે અગ્નિવીરોની BSF ભરતીમાં આવી જ જાહેરાત કરી હતી. આ ઉપરાંત મંત્રાલયે અગ્નિવીરોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટની પણ જાહેરાત કરી છે જે અગ્નિવીરોની પ્રથમ બેચ અથવા પછીની બેચના આધારે ઉપલબ્ધ થશે. મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું
મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા પાંચ વર્ષ સુધી અને અન્ય બેચના ઉમેદવારો માટે ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ અગ્નિવીરોને પણ ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમને ફિઝિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં. આ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એક્ટ 1968 હેઠળ બનાવેલા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. એક નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યુ છે કે 10 ટકા પોસ્ટ્સ ભૂતપૂર્વ સૈનિકો માટે અનામત રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે યોજનાની જાહેરાત કરી હતી
કેન્દ્ર સરકારે ગયા વર્ષે 14 જૂનના રોજ આર્મી, નેવી અને એરફોર્સમાં 17થી 21½ વર્ષની વયજૂથના યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પ્રથમ ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ અંતર્ગત સેનામાં ભરતી થનારા સૈનિકોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here